હની બોય, ટ્રાન્સફોર્મર, ફ્યુરી જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી ચૂકેલ 34 વર્ષીય અમેરિકન એક્ટર શાય લબફ (Shia LaBeouf) તેની આગામી ફિલ્મ માટે એક સ્ટેપ આગળ વધ્યો છે. ધ ટેક્સ કલેકટર ફિલ્મના રોલ માટે એક્ટરે તેની આખી છાતી પર પરમેનન્ટ ટેટૂ કરાવ્યું છે. આવું પહેલીવાર નથી કે આ એક્ટરે રોલને ન્યાય આપવા માટે આવું કઈ કર્યું હોય. અગાઉ 2014માં આવેલ ફિલ્મ ફ્યુરી માટે શાય લબફે તેનો એક દાંત કઢાવી નાખ્યો હતો.
https://www.instagram.com/p/BuJ4MHrgsx7/?utm_source=ig_embed
ગેંગસ્ટરનો રોલ
ધ ટેક્સ કલેકટર ફિલ્મમાં શાય લબફ લોસ એન્જલ્સના ગેંગસ્ટરનો રોલ પ્લે કરી રહ્યો છે જેનું નામ Creeper છે. તેના ટેટૂ પર પણ આ જ નામ લખેલું છે. આ ફિલ્મને ડેવિડ એયર ડિરેક્ટ કરી રહ્યા છે. ડેવિડે અને શાય લબફે ફ્યુરી ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે 7 ઓગસ્ટના રિલીઝ થવાની છે.
Shia labeouf gets tattoos from his upcoming role in the movie The Tax Collector actually tattooed on him foreal , is he one of the most downest actors of all time pic.twitter.com/6lkGDcL5fS
— Comeoutsidefoo (@Comeoutsidefoo_) July 8, 2020
ડિરેક્ટરે એક્ટરને લઈને કહ્યું કે, મેં કામ કરેલ બેસ્ટ એક્ટર્સમાંનો એક છે. તે બોડી અને સોલ પ્રત્યે ઘણો કમિટેડ છે. ફ્યુરી માટે તેણે દાંત કઢાવી નાખ્યો હતો અને હવે ટેક્સ કલેકટર માટે તેણે આખી છાતી પર ટેટૂ કરાવ્યું. તે રોલ માટે બધું કરવા તૈયાર છે, મેં ક્યારેય આટલા કમિટેડ એક્ટરને નથી જોયો.
https://twitter.com/JhustynnC/status/1282586365629067266?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1282586365629067266%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fnews%2Famerican-actor-shia-labeouf-gets-his-entire-chest-permanently-tattooed-for-his-upcoming-film-the-tax-collector-127514935.html
માતા-પિતાથી પ્રેરિત ટેટૂ
એક્ટરે આ ટેટૂ બ્રાયન રમીરેઝ નામના ટેટૂ આર્ટિસ્ટ પાસે બનાવડાવ્યું છે. છાતી અને પેટ પર ફેલાયેલ આ ટેટૂ તેના માતાપિતાથી પ્રેરિત છે. ટેટૂનો ઉપરનો ભાગ તેના માતા પિતાથી પ્રેરિત છે. ઇન્ટરનેટ યુઝર એવો દાવો કરી રહ્યા છે કે એક્ટરના પિતા રોડિઓ ક્લાઉન હતા જે ટેટૂમાં જોઈ શકાય છે અને હની બોય ફિલ્મમાં તેણે તેના પિતાનો જ રોલ પ્લે કર્યો હતો.
Shia LaBeouf’s tattoo is of his mom and dad. He’s dad used to be a rodeo clown if you haven’t seen Honey boy he plays his dad in the movie. It gives you a understanding of how he was raised and what was expected out of him at a young age. pic.twitter.com/VpD7ruemht
— nessa (@Thiccstrawberry) July 11, 2020
ટેટૂ આર્ટિસ્ટ બ્રાયન રમીરેઝે કહ્યું હતું કે, શાય જે જગ્યાએ મોટો થયો છે તે જ જગ્યાએ ટેટૂ કરાવવા માટે આવ્યો હતો. તે ટેટૂ માટે બીજી કોઈપણ જગ્યાએ જઈ શકતો હતો પરંતુ તેની કમ્યુનિટીને સપોર્ટ કરવા માટે તે સમય કાઢી અહીં આવ્યો અને મારી સાથે કામ કર્યું. ભરોસો રાખી તક આપવા માટે આભાર.
https://www.instagram.com/p/CCbXn5Cg6ac/?utm_source=ig_embed
અગાઉ ઘણા લોકોને શંકા હતી કે એક્ટરનું ટેટૂ અસલી છે કે નહીં તો આ બાબતે, ટેટૂ આર્ટિસ્ટે કહ્યું હતું કે, ઘણા લોકો પૂછે છે કે શાયનું ટેટૂ રીયલ છે કે શું? હા, તે એકદમ રીયલ છે અને તે જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અમે આના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ટેટૂ માટે ઘણા સેશન લાગ્યા હતા. તારા માતાપિતાનું આ ટેટૂ કેટલું મીનિંગફુલ છે. મારા કામ પર વિશ્વાસ કરવા બદલ આભાર.