એશિયા પેસિફિકક્ષેત્રનો રિપોર્ટ : અમેરિકાનો દબદબો ઘટ્યો, પરંતુ ચીનનો વધી રહ્યો છે, ભારત ચોથા સ્થાને યથાવત્

0
0

એશિયા પેસિફિકક્ષેત્રમાં સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને યથાવત્ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડનીની લોવી ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઈન્ડેક્સ 2020 ચાલુ કર્યો છે. જોકે એશિયા પેસિફિક ક્ષેત્રમાં એની પકડ ઢીલી પડી રહી છે, જ્યારે ચીનનો દબદબો વધી રહ્યો છે. આ યાદીમાં અમેરિકા, ચીન અને જાપાન પછી ભારતનો નંબર છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટે કહ્યું હતું કે કોરોનાકાળમાં ભારતે આગળ વધવાની તક ગુમાવી દીધી છે. ભારતને ચીનના આર્થિક આઉટપુટના 40% સુધી પહોંચવામાં પણ હજુ 10 વર્ષ લાગશે. ગયા વર્ષે અનુમાન હતું કે ભારત 2030 સુધી ચીનના આર્થિક આઉટપુટના 50% સુધી પહોંચી જશે.

રિસર્ચ ચીફ હાર્વી લેમાહિયુએ કહ્યું હતું કે,કોરોના સંકટને કારણે આ ક્ષેત્રમાં ભારત દ્વારા મહાશક્તિ બનીને ઊભરવામાં મોડું થયું છે. એનો અર્થ એ પણ છે કે ભારત વિકાસના પડકારોમાં ફસાયેલું રહેશે, જ્યારે ચીન એક દિવસ અમેરિકાની બરાબરી કરી લેશે અને કદાચ એનાથી આગળ નીકળી જશે. અમેરિકાનું અર્થતંત્ર 2024 સુધી પાટા પર આવશે. આ ઉપરાંત ચીનનું અર્થતંત્ર કોરોનાના પડાકરોમાંથી ઘણે અંશે બહાર આવી ગયું છે. ચીન સતત ત્રીજા વર્ષે આ યાદીમાં બીજા નંબરે છે. આ ઈન્ડેક્સમાં સૌથી વધુ નુકસાન અમેરિકા, રશિયા અને મલેશિયાને થયું છે, રશિયા પાંચમા સ્થાને છે.

ટ્રમ્પની હાર-જીતથી નક્કી થશે એશિયા સાથેના સંબંધ

આ રિપોર્ટ પ્રમાણે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ બનશે તો અમેરિકા એશિયા વિના રહેવાનું શીખી લેશે. જો બાઇડન ચૂંટાશે તો કદાચ એશિયાઈ દેશો અમેરિકા સાથે વેપાર કરવા ઈચ્છુક હશે. જાપાન હજુ પણ સ્માર્ટ પાવર ગણી શકાય, કારણ કે તેને સૌથી વધુ પોઈન્ટ ડિફેન્સ ડિપ્લોમસીના મળ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા છઠ્ઠા નંબરે આવી ગયું છે, પરંતુ તેણે દક્ષિણ કોરિયાને ઓવરટેક કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here