Monday, October 25, 2021
Homeઅમરિકન રેપર કાર્ડી બીએ હાથમાં શૂ લઈને માતા દુર્ગાની જેમ પોઝ આપ્યો,...
Array

અમરિકન રેપર કાર્ડી બીએ હાથમાં શૂ લઈને માતા દુર્ગાની જેમ પોઝ આપ્યો, વિરોધ બાદ માફી માગી

અમેરિકન રેપર કાર્ડી બીએ સોશિયલ મીડિયા પર માફીનામું શેર કર્યું છે. આ માફી હિન્દૂ ધર્મના માતા દુર્ગા સ્વરૂપમાં એક ફોટોશૂટ કરાવ્યા બાદ માગી. સિંગરે એક ફૂટવેર મેગેઝીન માટે હાથમાં રીબોકનું એક શૂ પકડીને આ ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોમાં કાર્ડીએ રેડ ડ્રેસ પહેર્યો છે તેના 8 હાથ દેખાડવામાં આવ્યા છે, જે હિન્દૂ ધર્મમાં માતા દુર્ગાનું સ્વરૂપ છે.

વીડિયો શેર કરી માફી માગી

ફોટો વાઇરલ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. લોકોએ તેના પર હિન્દૂ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. કાર્ડીએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેમાં તે કહી રહી છે, જ્યારે મેં શૂટ કર્યું તો મને જણાવવામાં આવ્યું કે હું એક દેવીને રિપ્રેઝન્ટ કરી રહી છું, જે શક્તિ, નારીત્વ અને ઉદારતાનું પ્રતીક છે. આ બધું મને ઘણું ગમ્યું માટે મેં આ ફોટો ક્લિક કર્યો. જો લોકોને લાગે છે કે હું તેમની ધર્મ-સંસ્કૃતિનું અપમાન કરી રહી છું તો આ જાણીજોઈને નથી કરી રહી. હું પણ મારા ધર્મ માટે આ પ્રકારની વસ્તુ નહીં સ્વીકારું.

 

કાર્ડીએ આગળ કહ્યું કે, જ્યારે લોકો વર્જિન મેરી અને જીસસ તરીકે કપડાં પહેરે છે ત્યારે તે સુંદર રીતે કરે છે.. પણ હું અપમાન કરી રહી ન હતી. કદાચ મારે મારા લેવલ પર રિસર્ચ કરવું જોઈતું હતું. મને માફ કરો, હું ભૂતકાળને બદલી તો નથી શકતી પણ ભવિષ્ય માટે વધુ રિચર્સ કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments