અમેરિકી યુનિવર્સિટી : ભારતમાં કોવેક્સિન કે સ્પુતનિક-વી વેક્સિન લીધી હોય તેવા વિદ્યાર્થીઓને ફરી વેક્સિન લે

0
5

કોરોના મહામારી દરમિયાન અમેરિકી યુનિવર્સિટીઝની કોરોના વેક્સિનેશન નીતિએ ભારત સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. અમેરિકી વિશ્વવિદ્યાલયોએ ભારતમાં કોવેક્સિન કે સ્પુતનિક-વી વેક્સિન લીધી હોય તેવા ભારતીય વિદ્યાર્થીઓને ફરી વેક્સિન લેવા માટે કહ્યું છે.

અમેરિકાના તમામ વિશ્વવિદ્યાલયો એવા વિદ્યાર્થીઓને ફરી વેક્સિનેશન માટે કહી રહ્યા છે જેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની મંજૂરી ન મળી હોય તેવી વેક્સિન લીધી હોય. તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન કે રશિયાની સ્પુતનિક-વી વેક્સિન લીધી છે.

અમેરિકી યુનિવર્સિટી આ વેક્સિનની પ્રભાવકારકતા અને સુરક્ષા મુદ્દે ડેટાના અભાવને તેનું કારણ ગણાવે છે. સંબંધિત વિદ્યાર્થીઓને શરદ ઋતુમાં સેમેસ્ટર શરૂ થાય તે પહેલા ફરી વેક્સિનેશન માટે કહેવામાં આવી રહ્યું છે.

યુનિવર્સિટીઝના આ આદેશ બાદ વિદ્યાર્થીઓ 2 અલગ-અલગ વેક્સિન લેવાથી સુરક્ષાને લઈ ચિંતિત છે. વિદ્યાર્થીઓની આ ચિંતા મુદ્દે અમેરિકન સીડીસીના પ્રવક્તા ક્રિસ્ટન નોર્ડલંડે જણાવ્યું કે, ‘કોવિડ-19 વેક્સિન ઈન્ટરચેન્જેબલ ન હોવાથી 2 અલગ-અલગ વેક્સિન લેવાથી સુરક્ષા અને પ્રભાવશીલતાનો અભ્યાસ નથી કરવામાં આવ્યો.’

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સ્વીકૃત કેટલીક વેક્સિનમાં અમેરિકાની દવા કંપનીઓ ફાઈઝર ઈન્ક, મોડર્ના ઈંક અને જોનસન એન્ડ જોનસન દ્વારા ઉત્પાદિત વેક્સિન સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here