ગલવાન અંગે ભારતને અમેરિકાનો સાથ : વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને ચીનને દુનિયાનું વલણ જાણવું હતું, પણ આગ તેની તરફ ફંટાઈ ગઈ

0
0

ન્યૂયોર્ક. અમેરિકાએ કહ્યું કે, ચીન ભારતીય સરહદમાં ઘુસીને જાણવાનો પ્રયાસ કરી રહ્યું હતું કે, દુનિયા તેની આવી હરકત માટે કેવું વલણ અપનાવે છે? જો કે, આગ તેની તરફ જ ફંટાઈ ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ચીન જોવા માંગતું હતું કે, શું આપણે તેના વિરુદ્ધ ઊભા રહીશું?

લોકતાંત્રિક દેશનું ગઠબંધન બનાવી રહ્યા છે
માઈક પોમ્પિયોએ સેનેટમાં કહ્યું કે, ચીનની હરકતોને અટકાવવા માટે લોકતાંત્રિક દેશોનું ગઠબંધન બનાવવા અંગે અમે વિચાર કરી રહ્યા છે. આપણે આ વિસ્તારના આપણા સાથી દેશો સાથે હાલ આ અંગે વધુ વિચારણા કરીશું. આપણે ડિપ્લોમેટિકલી નવા સંબંધો બનાવી રહ્યા છીએ. હાલ તેની પર ઘણું કામ કરવાની જરૂર છે.

દેશોએ સ્વતંત્રતા અને અત્યાચારમાંથી એકને પસંદ કરવું પડશે
પોમ્પિયોએ કહ્યું કે, અમે દેશોને ચીન અને અમેરિકામાં કોઈ એકને પસંદ કરવા માટે નથી કહી રહ્યા. અમે દરેક સાર્વભૌમ દેશને આઝાદી અને અત્યાચારમાંથી કોઈ એકને પસંદ કરવા માટે કહી રહ્યા છીએ. પોમ્પિયોએ આ દરમિયાન અમેરિકાના પૂર્વ નેતાઓની પણ ટિકા કરી હતી. તેમણે કહ્યું કે, પૂર્વ સરકારને ચીનનું જોખમ નજરે ન પડ્યું. તેમની આંખોમાં માત્ર બિઝનેસ જ જોવા મળી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here