Thursday, August 5, 2021
No menu items!
Homeશું રશિયામાં મળશે ભારત- ચીનના રક્ષામંત્રી : 4 મહિનાથી ચાલી રહેલા તણાવ...
Array

શું રશિયામાં મળશે ભારત- ચીનના રક્ષામંત્રી : 4 મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાજનાથસિંહ અને ચીનના રક્ષામંત્રી આજે મુલાકાત કરી શકે છે, ચીને બેઠક માટે ઈચ્છા વ્યક્ત કરી

લદ્દાખમાં તણાવભર્યા માહોલ વચ્ચે આજે મોસ્કોમાં ભારત અને ચીનના રક્ષામંત્રીઓ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠકને લઈને રશિયાના પ્રવાસે છે. આ બેઠકમાં ચીનના રક્ષામંત્રી વેઇ ફેન્ગહે પણ ભાગ લઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચીનના રક્ષામંત્રીએ રાજનાથસાસિંહ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે આ બાબતની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઇ નથી.

શિડ્યુલમાં મુલાકાતનો ઉલ્લેખ નહીં

રાજનાથસિંહ ત્રણ દિવસના રશિયાના પ્રવાસે છે. અહીંયા SCOની બેઠક સિવાય પણ કેટલાક કાર્યક્રમ છે. રશિયા અને ભારત વચ્ચે રક્ષા સમજૂતી પરની વાતચીતનો એક રાઉન્ડ થઇ ચૂક્યો છે. રશિયાના રક્ષામંત્રી સાથે પણ રાજનાથસિંહ મુલાકાત કરી ચૂક્યા છે. પરંતુ રાજનાથસિંહના મોસ્કો રવાના થયા પહેલા જ ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે ચીનના રક્ષામંત્રી સાથેની મુલાકાતનો કાર્યક્રમ રાજનાથસિંહના શિડ્યુલમાં નથી. એક જાણીતી ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે ચીન તે પ્રયાસ કરી રહ્યું છે કે બંને દેશોના રક્ષામંત્રી વચ્ચે મુલાકાત થાય. આ માટે ડિપ્લોમેટિક સ્તર પર પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તણાવ ઘટાડવા માટેના પ્રયાસ કરે ચીન

ભારતે ચીનને સરહદ વિવાદો ઉકેલવા અને તનાવ ઘટાડવા ગંભીર પ્રયાસો કરવા જણાવ્યું છે. ગુરુવારે પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે- તણાવ ઓછો કરવા બંને દેશો વચ્ચે કૂટનીતિક અને સૈન્ય સ્તર પર વાતચીત ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments