કૃષિ વિધેયક કાયદો બન્યો : ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કૃષિક્ષેત્રના ત્રણ વિધેયકને મંજૂરી આપી

0
4

પંજાબ અને હરિયાણા સહિત દેશભરમાં ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિક્ષેત્રને લગતા ત્રણ વિધેયકને મંજૂરી આપી છે. આ સાથે આ વિધેયકો હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સંસદે તાજેતરમાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) વિધેયક-2020,ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ આશ્વાસન સમજૂતી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-2020, આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયકને મંજૂરી આપવામાં આવી છે.

કૃષિક્ષેત્રને લગતા ત્રણેય વિધેયકનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિધેયક તાજેતરમાં સંસદના ગૃહમાંથી પસાર કરવામાં આવ્યા હતા. ગૃહની અંદર અને ગૃહની બહાર વિપક્ષો તથા ખેડૂત સંગઠનો તેમ જ ખેડૂતોનો આ વિધેયકને લઈ ભારે વિરોધ હતો. 25 સપ્ટેમ્બરના રોજ આ વિધયકોના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. NDAના ઘટક પક્ષ તરીકે જૂના સાથી અકાલી દળે 22 વર્ષ જૂના તેમના જોડાણનો અંત લાવી દીધો હતો.