સીમા વિવાદ : સરહદ પર તણાવ વચ્ચે ભારત-જાપાને કરી એવી સમજૂતી જેનાથી ચીનના પેટમાં રેડાશે તેલ, ચીન કોઈ પણ હરકત કરતા પહેલાં 100 વાર વિચારશે

0
3

ભારત અને જાપાને એવી સમજૂતી કરી છે જેના કારણે ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. કેમ કે આ સમજૂતી બાદ ચીન કોઈ પણ હરકત કરતા પહેલા અનેક વખત વિચાર કરશે. ભારત અને જાપાન સાથેની આ સમજૂતી લશ્કરી દળોના પુરવઠા અને સેવાઓના આદાનપ્રદાન વિશે છે. એટલે કે, ભારત અને જાપાન યુદ્ધની સ્થિતિમાં એકબીજાને સૈન્ય સહાય કરશે. આ પહેલા પણ ભારત અમેરિકા, ફ્રાંસ, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રકારની સમજૂતી કરી ચૂક્યું છે.

ભારત-જાપાન વચ્ચે થઇ સમજૂતી

ભારતના રક્ષા સચિવ અજય કુમાર અને જાપાનના રાજદૂત સુઝૂકી સતોશીએ મ્યુચૂઅલ લોજિસ્ટિક સપોર્ટ એરેન્જમેન્ટ (MLSA) આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ 2016માં ભારત અને અમેરિકાએ જે સમજૂતી કરી હતી, તેનું નામ છે- ધ લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ એગ્રીમેન્ટ (The Logistics Exchange Memorandum of Agreement – LEMOA). આ સમજૂતી દ્વારા ભારતને અમેરિકન સૈન્ય બેસ જિબૌતી, ડિએગો ગાર્સીયા, ગુઆમ અને સુબિક વે માં ઇંધણની અવર-જવર કરવા માટેની મંજૂરી છે.

મોદી અને આબે બંનેએ સંરક્ષણ સમજૂતી માટે એકબીજાનો આભાર માન્યો.- ફાઈલ
(મોદી અને આબે બંનેએ સંરક્ષણ સમજૂતી માટે એકબીજાનો આભાર માન્યો.- ફાઈલ)

 

વડાપ્રધાન મોદીએ શિંઝો આબે સાથે પણ ફોન પર વાત કરી આભાર વ્યક્ત કર્યો

સરહદ વિવાદને લઈને LAC પર ચાલી રહેલ તણાવ વચ્ચે ભારતે પણ હિંદમહાસાગર માં ચીનની ઘેરાબંધી તેજ કરી છે. ભારત અને જાપાન વચ્ચે થયેલ ઐતિહાસિક રક્ષા સમજૂતીને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સમજૂતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે સાથે પણ ફોન પર વાત કરી હતી. મોદી અને આબે બંનેએ સંરક્ષણ સમજૂતી માટે એકબીજાનો આભાર માન્યો.

ભારત અને જાપાન પહેલેથી જ વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે

સમજૂતી બાદ, જાપાની સૈન્ય ભારતીય સેનાના થાણાઓ પર જરૂરી સામગ્રીની સપ્લાય કરી શકશે. તેમજ ભારતીય સેનાના સંરક્ષણ સાધનોની સર્વિસ પણ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધા ભારતીય સેનાએ તરફથી જાપાની સેનાને પણ મળશે. યુદ્ધની સ્થિતિમાં, આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોદી અને આબે બંનેએ આશા વ્યક્ત કરી હતી કે આ ડીલથી બંને દેશોના સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષામાં મદદ કરશે. આવી સમજૂતી પહેલી વખત થઇ છે જ્યારે જાપાન સાથે સશસ્ત્ર દળો પરસ્પર સેવાઓ પૂરી પાડવામાં આવશે. ભારત અને જાપાન પહેલેથી જ વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે, પરંતુ ચીન સાથેના હાલના મુકાબલો વચ્ચેનો આ સોદો હિંદ મહાસાગરમાં ચીનના ઘેરાબંધીને તોડી શકે છે. અથવા રોકી શકાય છે. આ ડીલ બાદ ભારત હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક વધારો મેળવી શકે છે.

ભારત અને જાપાનના સશસ્ત્ર સૈન્ય વચ્ચે પરસ્પર સહયોગ વધશે

જાપાનના વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે આ કરાર બંને દેશોની સૈન્ય વચ્ચે મજબૂત સહકારને પ્રોત્સાહન આપશે. અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમજૂતી જાપાની અને ભારતીય સશસ્ત્ર દળો વચ્ચે પુરવઠો અને સેવાઓના સરળ અને ઝડપી આદાન પ્રદાનને વધુ સરળ બનાવશે. ભારતીય રક્ષા મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે જેમ જેમ ભારત અને જાપાનના સશસ્ત્ર સૈન્ય વચ્ચે પરસ્પર સહયોગ વધશે, તેમ તેમ બંને દેશો વચ્ચેની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય સંરક્ષણ પ્રવૃત્તિઓ વધુ વધશે.

2018માં ભારતે ફ્રાન્સ સાથે સમજૂતી કરી હતી

ભારતે ફ્રાન્સ સાથે વર્ષ 2018માં સમજૂતી કરી હતી. જે અંતર્ગત ભારતીય નૌકાદળ રિયુનિયન આઇલેન્ડ્સ, મેડાગાસ્કર અને જિબુતી પર ફ્રાન્સના નૌકા મથકો પર અટકી શકે છે અને ત્યાં લશ્કરી સેવાઓ લઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સાથે થયેલી MLSA સમજૂતી દ્વારા ઓસ્ટ્રેલિયા અને અને ભારત તેના યુદ્ધ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્ર અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ કરશે. આ સાથે જ સુવિધાઓની આપ-લે પણ કરશે.

ચીને છેલ્લા 6 વર્ષમાં 80 યુદ્ધજહાજોને પોતાની નૌસેનામાં સામેલ કર્યા છે

ચીનને પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર બંદરો પર જવાની પરવાનગી છે. આ સિવાય ચીને કંબોડિયા, વાનુઆતુ જેવા ઘણા દેશો સાથે લશ્કરી કરાર કર્યા છે. જેથી તે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં પોતાની ધાકધમકી જાળવી શકે. પરંતુ આના વિરોધમાં અમેરિકા, ફ્રાંસ, ભારત, ઓસ્ટ્રેલિયા અને કેટલાક યુરોપિયન દેશો પણ રહ્યા છે.ચીન કોઈ પણ સમયે ઇન્ડિયન ઓશન રિજનમાં ભારતની આસપાસ 6 થી 8 યુદ્ધ જહાજ તૈનાત કરી રાખે છે. તે સતત પોતાની નૌસેનાને અત્યાધુનિક બનાવી રહ્યું છે. પરમાણુ બેલેસ્ટિક મિસાઈલ અને એન્ટી-શિપ ક્રુઝ મિસાઈલ બનાવી રહ્યું છે. ચીને છેલ્લા 6 વર્ષમાં 80 યુદ્ધજહાજોને પોતાની નૌસેનામાં સામેલ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here