લગ્નની અફવાઓ વચ્ચે ગોવાના Beach પર આદિત્ય સાથે નજરે પડી નેહા કક્કડ!

0
30

સિંગગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ (Indian Idol)ની જજ એવી નેહા કક્કડ (Neha Kakkar) હાલ શોના હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) સાથે ગોવામાં રજા માણી રહી છે. અને તેણીએ પોતાની આદિત્ય નારાયણ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. જે પછી લોકો તેમની લવ સ્ટોરી શરૂ થઇ ગઇ છે તેમ માની રહ્યા છે. આ તસવીરોમાં બંનેના ચહેરાની ખુશીને જોઇને લાગી રહ્યું છે કે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. અને બંનેએ ગોવાના બીચ પર મસ્તી પણ કરી. જેની તસવીરો પણ નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેયર કરી છે.

તે વાત તો બધા જ જાણે છે કે ઇન્ડિયન આઇડલના સેટ પર હંમેશા આદિત્ય અને નેહાના લવ અફેરની ચર્ચાઓ લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ આદિત્ય નેહાને પ્રપોઝ કરતા પણ નજરે પડ્યા હતા. વળી આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણે આદિત્ય માટે નેહા બેસ્ટ છે તેમ જણાવી ચૂક્યા છે. તો બીજી તરફ નેહાના માતા પિતા પણ આ સંબંધથી ખુશ છે. ચેનલના પ્રોમોની વાત કરીએ તો તેમના લગ્નની ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અને 14 ફ્રેબુઆરી પર લગ્નના કાર્ડ પણ તૈયાર થઇ ગયા છે.

આ તમામ વાતોની વચ્ચે નેહા, આદિત્યના હાથમાં હાથ નાખેલી ગોવાના બીચ પર નજરે પડી. જો કે આ ટ્રીપ પર બંને એકલા નથી. આ વાત તમને જણાવી દઇએ કે નેહા સાથે તેનો નાનો ભાઇ ટોની કક્કડ પણ ગોવામાં તેમની સાથે છે. અને ટૂંક સમયમાં તેનો વીડિયો આલ્બમ પણ બહાર આવવાનો છે તે વાત ખુદ નેહા કક્કડે સોશિયલ મીડિયા પર જણાવી છે.

અને ગોવામાં નેહા અને ટોની કક્કડ તેના આવનારા ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે. ગોવા બીચ ટાઇટલ ગીત 10 ફેબ્રુઆરીએ રીલિઝ થવાનું છે. અને આ આલ્બમમાં આદિત્ય કંઇ કરવાના છે કે નહીં તે તો ગીતના રીલિઝ પછી જ બહાર આવશે.

ઉલ્લેખનીય રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં લાંબા સમયથી નેહા કક્કડ સાથે આદિત્ય ફલર્ટિંગ કરતો નજરે પડે છે. જો કે ઉદિત નારાયણે નેહાને વહૂ તરીકે બેસ્ટ ઓપ્શન જાહેર કરતા આ વાતને તૂત પકડ્યું છે. અને શોમાં બંને ખુલ્લેઆમ એકબીજા સાથે ફલર્ટ કરતા નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here