ક્રિકેટ ફિવર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

0
12

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદ સ્થિત મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શુક્રવારે (12મી માર્ચ) પ્રથમ ટી-20 મેચ રમાઈ રહી છે. ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે ક્રિકેટરસિયાઓએ કોરોના ગાઈડલાઈનના નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. એમએસ ધોનીના ફેન સહિતના ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમમાં મેચ જોવા જતાં પહેલા વગર માસ્કે અને સોશિયલ ડિસ્ટન્સના ઉલાળ્યા કરતા નજરે ચડ્યા હતા.

કોરોનાના કહેર વચ્ચે ટોળા ઉમટ્યા

મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ભેગા થયા. એક તરફ કોરોનાં ગુજરાતમાં વધી રહ્યો છે અને બહાર હજારોની સંખ્યામાં લોકો બહાર માસ્ક વગર ફરે છે માસ્ક વગર અનેક લોકો બહાર ફરે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે કોરોના તરફ ઢિલાશ દેવાઈ રહી હોય તેવી સ્થિતિ આજે જોવા મળી હતી.

મેચ પહેલા સ્ટેડિયમમાં પ્રવેશતા ક્રિકેટચાહકોએ માસ્ક પણ ન પહેર્યા

મેચ પહેલા સ્ટેડિયમમાં પ્રવેશતા ક્રિકેટચાહકોએ માસ્ક પણ ન પહેર્યા

ઝંડાની લાકડીઓ, બોટલોનો સ્ટેડિયમ બહાર ઢગલો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાણીની બોટલ, અવાજ કરતા સાધનો, લાકડીઓ વગેરે લઈ જવાની મનાઈ છે જેના કારણે બહાર જ તમામ વસ્તુઓ મુકાવી દેવામાં આવે છે. ગેટ નંબર 1ની બહાર જ ઝંડામાં લગાવેલી લાકડીઓ, પાણીની બોટલો વગેરેનો ઢગલો જોવા મળ્યો હતો.

સ્ટેડિયમમાં મનાઈ હોવાથી બહાર જ ઝંડાની લાકડીઓ, પાણીની બોટલ સહિતની ચીજવસ્તુઓ ફેંકી દેવાઈ

સ્ટેડિયમમાં મનાઈ હોવાથી બહાર જ ઝંડાની લાકડીઓ, પાણીની બોટલ સહિતની ચીજવસ્તુઓ ફેંકી દેવાઈ

શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સર્વેલન્સ અને સ્ક્રિનિંગ

અમદાવાદ શહેરમાં 45 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. ત્યારે નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારો ઉમેરાતા જઈ રહ્યા છે. જેને પગલે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટે સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી કરવી પડી રહી છે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાઈ રહ્યા છે.

કોરોના વકરી રહ્યો છે તેવા સમયે ક્રિકેટરસિયા કોરોના ગાઈડલાઈનને ભૂલ્યાં

કોરોના વકરી રહ્યો છે તેવા સમયે ક્રિકેટરસિયા કોરોના ગાઈડલાઈનને ભૂલ્યાં

શહેર જિલ્લામાં 150થી વધુ કેસ નોંધાયા છે

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ શહેરમાં વધુ કેસ નોઁધાઈ રહ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 150ની થઈ ગયો છે. ગુરૂવારે શહેર અને જિલ્લામાં 153 નવા કેસ અને 122 દર્દી સાજા થયા છે. જ્યારે મૃત્યુઆંક 2,320 યથાવત રહ્યો હતો. જેમાં શહેરમાં 149 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા હતા. તેમજ શહેરમાં 119 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 64,139 થયો છે. જ્યારે 61,034 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

સ્ટેડિયમ બહાર મોટાભાગના ક્રિકેટચાહકો માસ્ક વગર જોવા મળ્યા
સ્ટેડિયમ બહાર મોટાભાગના ક્રિકેટચાહકો માસ્ક વગર જોવા મળ્યા
સ્ટેડિયમ ગેટ બહાર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થયું નહીં
સ્ટેડિયમ ગેટ બહાર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થયું નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here