ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શેરડી પકવતા કિસાનોને મળશે સબસિડી

0
6

કેન્દ્ર સરકારે શેરડી પકવતા ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટે નિર્ણય લીધો છે કે ખેડૂતોને 3500 કરોડ રૂપિયા નિકાસ સબસિડી, 18 હજાર કરોડ રૂપિયા નિકાસ લાભ તથા અન્ય સબસિડી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ સંબોધી આ મામલે જાણકારી આપી.

ખેડૂત આંદોલન વચ્ચે શેરડી પકવતા કિસાનો માટેનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ વર્ષે સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. જેના પર સબસિડી સીધી જ ખેડૂતોના ખાતામાં જશે. સરકાર સબસિડી તરીકે તેમાં 3500 કરોડ રૂપિયા આપશે. તેઓએ કહ્યું કે સરકારના આ નિર્ણયથી પાંચ કરોડ ખેડૂતો અને પાંચ લાખ મજૂરોને સીધો જ લાભ મળશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યા મુજબ એક સપ્તાહની અંદર જ 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને મળશે. 60 લાખ ટન ખાંડની નિકાસ 6 હજાર રૂપિયા પ્રતિ ટનના હિસાબે કરવામાં આવશે. કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે મોદી સરકારે મોટી સંખ્યામાં ખેડૂતો માટે આ નિર્ણય લીધો છે. સરકાર સતત કૃષિ કાયદાના મુદ્દે ખેડૂતોને મનાવવાના પ્રયાસ કરી રહી છે.

વીજળી વ્યવસ્થા સુધારવાની દિશામાં સરકાર
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે પૂર્વોત્તરમાં વીજળી વ્યવસ્થા સુધારવા માટે નવા બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલાં તેના પર 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ હવે 6700 કરોડનો ખર્ચ થશે. પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ, તેની મદદથી ટ્રાંસમિશન લાઈનને વધારવામાં આવશે, 24 કલાક વીજળીના લક્ષ્યને પૂરા કરવામાં આવશે.

સ્પેકટ્રમની હરાજી થશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સરકાર તરફથી સ્પેક્ટ્રમની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પહેલાં 2016માં આવી હરાજી થઈ હતી. આ ઉપરાંત સરકારે ટેલિકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાનો નિર્ણય પણ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here