ખેડૂત આંદોલન વચ્ચે PM મોદી આજે વર્ષની છેલ્લી ‘મન કી બાત’ કરશે.

0
4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણીના માધ્યમથી “મન કી બાત” કાર્યક્રમ યોજશે. તેઓ દેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. “મન કી બાત” કાર્યક્રમનું આ 72મું સંસ્કરણ છે.

આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પર સાંભળી શકાશે ‘મન કી બાત’

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો અને આકાશવાણી સમાચારની વેબસાઈટ ડબ્લ્યૂડબલ્યૂડબ્લ્યૂ ડોટ ન્યૂઝ ઓનએર ડોટ કોમ અને ન્યૂઝ ઓનએર મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે. તેનું આકાશવાણી, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયની યુટ્યૂબ ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણીથી હિન્દી પ્રસારણના તરત બાદ આ કાર્યક્રમનું ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારણ થશે.

કૃષિ કાયદા અને ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર કરી શકે છે વાત

નવા કૃષિ કાયદાને લઈ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષની છેલ્લી ‘મન કી બાત કરશે.’ એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પીએમ મોદી કૃષિ કાયદા અને ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર વાત કરી શકે છે.

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 32મો દિવસ છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ત્યારે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો તાળી અને થાળી વગાડીને વિરોધ કરવાનો ખેડૂતોએ અગાઉથી જ જાહેરાત કરી દીધી છે. કેટલાક સંગઠનોએ પહેલા જ કહ્યું હતું કે, તેઓ આ કાર્યક્રમનો વિરોધ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here