બનાસકાંઠા : ચીનની વસ્તુઓ સામે લોકો ના રોષ વચ્ચે  શિક્ષણ વિભાગ દ્વારા ચીની ટેબલેટ અપાયા

0
6
દેશભરમાં વિરોધ વચ્ચે દિયોદર તાલુકાની સ્કૂલમાં ૧૮૫ ‘મેડ ઈન ચાઈના ટેબ્લેટ” નું વિતરણ કરાયું.
ભારત ચીનની સરહદ ઉપર લદાખના લોહિયાળ ઘર્ષણ  બાદ દેશમાં ચીની પ્રોડક્ટ નો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ચાઈનીઝ વસ્તુઓના વિરોધ અને પીએમના લોકલ માટે વોકલ થઈ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ માટે કરાયેલી અપીલો વચ્ચે દિયોદર તાલુકાની શાળાઓમાં ૧૮૫ ટેબલેટ “”મેડ ઇન ચાઇના”” ના અપાયા છે..
 દિયોદર તાલુકામાં સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં ૧૮૫  ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે એક તરફ દેશભર માં  લદાખ ની ગલવાન વિસ્તારમાં ચીની સૈનિકોના હુમલામાં ૨૦ ભારતીય સૈનિકો ની શહીદી બાદ દેશભરમાં ચીન ની બનાવટ નો બહિષ્કાર  થઈ રહ્યો છે.  ત્યારે સરકાર જ ચાઈના બનાવટના ટેબ્લેટ આપતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ચાઈનાના  બનાવટના ટેબલેટનું શાળા માં  વિતરણ કરાતા ઘણા પ્રશ્નો ઉભા થયાછે. એક તરફ લદાખ ના ગલવાન ઘાટી વિસ્તાર માં  ચીની સૈનિકોના હુમલામાં ભારતીય સેનાના ૨૦  સૈનિકો શહીદ થયા છે. જેથી દેશભરમાં ચીન વિરુદ્ધ  ભારે આક્રોશ સાથે ઠેરઠેર ચાઈનાની બનાવટ ની  વસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે.દિયોદર માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ચીન ના  રાષ્ટ્રપતિ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ભારતીય  શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી ચીન ની  વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે નું આહવાન પણ કરવામાં આવેલ છે ત્યારે દિયોદર ની પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાઓમાં ચાઈનાના ના ટેબલેટ વિતરણ કરતાં જનતા માં પણ સરકાર પ્રત્યે નારાજગી જણાઈ રહી છે.લોકો અત્યારે ચીની વસ્તુ નો બહિષ્કાર કરી રહ્યા છે તેવા માં ચીની વસ્તુ નો ઉપયોગ કેટલો યોગ્ય. ??
અહેવાલ :  લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા