Monday, January 13, 2025
Homeઅમીરગઢ : ચૂનાના પાવડરની આડમાં લઇ જવાતા રૂ.48.74 લાખના દારૂ સાથે ત્રણ...
Array

અમીરગઢ : ચૂનાના પાવડરની આડમાં લઇ જવાતા રૂ.48.74 લાખના દારૂ સાથે ત્રણ ઝબ્બે

- Advertisement -

અમીરગઢઃ અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી ચૂનાના પાવડરની આડમાં બે ટ્રકમાં લઈ જવાતા 12456 દારૂની બોટલો સાથે 3 શખ્સોને ઝડપી પાડી રૂ.62,97,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બુધવારે અમીરગઢ પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનોએ ચેકપોસ્ટ નજીકથી ચેકીંગ દરમિયાન પસાર થઇ રહેલા ટ્રક નંબર આરજે-19-જીબી-6933 અને આરજે-19-જીસી-7756 ની તલાસી લેવા ટ્રકને ઉભી રખાવતા ટ્રકમાં સવાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણ લોકોને ઝડપી ટ્રકોની તલાસી લેતા ટ્રકમાં ચૂનાના પાવડરની આડમાં દારૂની પેટીઓ સંતાડેલી હતી.

બે ટ્રકોમાંથી પોલીસે દારૂની 1038 પેટી, બોટલ નંગ 12456 રૂ.48,74,400 સહિત બે ટ્રકની કિંમત 14 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.62,97,400ના મુદ્દામાલ સાથે ભગવાનારામ સુડારામ વિશ્નોઇ(ઉ.રહે.કુકાવાસ,તા.બાગોડા, જિ.જાલોર- રાજસ્થાન), માંગીલાલ સુડારામ વિશ્નોઇ (રહે.કુકાવાસ,તા.બાગોડા, જિ.જાલોર- રાજસ્થાન) તેમજ ગણપતલાલ જેતારામ વિશ્નોઇ (રહે.ચોખીધાણી-ખારા,તા.સાંચોર, જિ.જાલોર-રાજસ્થાન)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular