Saturday, September 25, 2021
Homeઅમીરગઢ : ખેતરમાં ચાર ફૂટ લાંબો અજગર, વનવિભાગે રેસ્ક્યુ કર્યું
Array

અમીરગઢ : ખેતરમાં ચાર ફૂટ લાંબો અજગર, વનવિભાગે રેસ્ક્યુ કર્યું

અમીરગઢ તાલુકાના ડેરી ગામના એક ખેતરમાં અજગર દેખાતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. જોકે, બાદમાં સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ભારે જહેમત બાદ અજગર રેસ્ક્યુ કરી વનવિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો.

અમીરગઢ તાલુકાના ડેરી ગામ નજીક આવેલા ખેડૂત વશરામ ભાઈ તેમજ તેમના ઘર પરિવાર જનો ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા. તે દરમિયાન ખેતરમાં અજગર દેખાતા વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. આજુબાજુ ખેતરના ખેડૂતો તેમજ સ્થાનિક લોકો અજગરને જોવા દોડી પહોંચ્યા હતા. ત્યારે વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ચાર ફૂટ લાંબા અજગરનું રેસક્યું કરીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments