- Advertisement -
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રજૂ કરશે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, બજેટથી લોકોને ખુબ આશા અને અપેક્ષાઓ છે.
ખેડૂતોની સ્થિતિ રાજ્યમાં ખુબ જ ખરાબ છે. આરોગ્ય માટે વ્યવસ્થાઓ ફાળવવામાં આવે તે જરૂરી છે.તો બીજી તરફ તેમણે કોંગ્રેસની સંવેદના યાત્રા પર પ્રતિક્રિયા આપી કે, ખેડૂતોના પ્રશ્નોને વાંચા આવતા માટે કોંગ્રેસ લડત ચલાવી રહી છે અને કોંગ્રેસની યાત્રાને પોલીસે બળપૂર્વક અટકાવી છે. યાત્રામાં જોડાયેલા ખેડૂતો પર પોલીસે દમન ગુજાર્યુ છે. તો આ મામલે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, લોકશાહી જીવંત રહે તે માટે કોંગ્રેસ પણ સકારાત્મક મુદ્દાઓ સાથે રહેશે. ત્યારે લોકોની સમસ્યાઓનો ઉકેલ આવે તે જરૂરી છે.