Sunday, March 23, 2025
Homeઅમિત જેઠવા મર્ડર / RTI એક્ટિવિસ્ટની હત્યામાં દિનુ બોઘા સહિત 7 આરોપીઓને...
Array

અમિત જેઠવા મર્ડર / RTI એક્ટિવિસ્ટની હત્યામાં દિનુ બોઘા સહિત 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી સ્પે. CBI કોર્ટ

- Advertisement -

અમદાવાદ: જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા છે. ત્યારે આજે સાતેય આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજે આજીવન કેદની સજા ફટકારી હતી.
સીબીઆઈના ડીઆઈજી અરુણ બોથરાએ દિનુ બોઘાની કરી હતી ધરપકડ
દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી છે. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે. અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ 5 નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.
27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી
આ કેસની ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા હતા. હાઈકોર્ટમાં હુકમથી 27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની 164 હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.
દોષિતોને આજીવન કેદની સજા કરવા CBI વકીલની રજૂઆત
સીબીઆઈના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.જ્યારે
બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ
સીબીઆઈ કોર્ટએ તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
192માંથી 155 સાક્ષી ફરી ગયા, સીબીઆઈ કોર્ટે 27 સાક્ષીની ફરીથી જુબાની લીધી
આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.
2010 હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
જે દિવસે અમિત જેઠવાએ ગેરકાયદે ખનન મામલે PIL કરી તે દિવસે જ હત્યા થઈ
આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular