અમિત શાહની જાહેરાત, ‘બિહારમાં નીતીશ કુમાર જ CM પદના ઉમેદવાર રહેશે’

0
10

ભાજપા અધ્યક્ષ અમિત શાહે એક મહત્વની લોક જાહેરાત કરી છે. બિહારના વૈશાલીમાં એક રેલીનું સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, ‘આગામી વિધાનસભાની ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ જ લડવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘હું અહીં એક મહત્વની જાહેરાત કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દેવા માગું છું. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ જ લડવામાં આવશે.

બિહારમાં એક રેલીમાં અમિત શાહે વિપક્ષ પર પણ હુમલો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષોએ સીએએ વિરોધી તોફાનો કરાવ્યા છે જેના કારણે ભાજપને તેમના ખરાબ ઈરાદાઓને દેશની જનતા સમક્ષ છતા કરવા માટે દેશભરમાં રેલીઓ કરવી પડી રહી છે. રાહુલ ગાંધી અને લાલુ પ્રસાદ યાદવ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. સીએએના કારણે કોઈ પણ નાગરિકનું નાગરિકત્વ છિનવાવાનું નથી.

ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે હું લાલુ અને મમતા દીદીને પૂછવા માગું છું કે મટુઆ અને નામશુદ્રોંએ તેમની સાથે શું ખોટું કર્યું છે? સીએએનો હેતુ એવા લોકોની મદદ કરવાનો છે જેમની આંખોની સામે તેમની મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેમની પાસેથી તેમની સંપત્તિ પડાવી લેવામાં આવી છે. તેમજ તેમના ધાર્મિક અને પૂજા સ્થળોને અપવિત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ભારત આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here