જમ્મુ-કાશ્મીરમાં શક્તિશાળી એરક્રાફ્ટ C-17 તૈનાત?, કંઇક મોટું થવાનો અમિત શાહે આપ્યો સીધોને સટ જવાબ

0
21

કાશ્મીર ઘાટીમાં સીઆરપીએફ અને અર્ધસૈનિક બળોની સંખ્યા વધવા અને ત્વરિત તૈનાતી માટે સરકાર સૌથી ભારે ભરખમ માલવાહક એરક્રાફ્ટ C-17 સહિત ભારતીય વાયુસેનાના વિમાનોની સર્વિસીસ પણ લઇ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં ધડાધડ જવાનોની ફોજ ઉતરતા અફરાતફરીનો માહોલ છે. આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ વધુ 100 કંપનીઓને તૈનાત કરવા બાબતે ગૃહ મંત્રાલયે શુક્રવારના રોજ એટલે કે આજે નિવેદન રજૂ કર્યું છે.

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અંદાજે એક સપ્તાહ પહેલાં સુરક્ષાબળોની વધુ 100 કંપનીઓ તૈનાતી કરવાનો આદેશ આપ્યો છે. તેની તૈનાતીના સ્થળ પર તેની પહોંચની પ્રક્રિયા ચાલુ છે. ગૃહમંત્રાલયે કહ્યું કે આ નિયમિત પ્રક્રિયા છે.

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આંતરિક સુરક્ષા સ્થિતિ, ટ્રેનિંગ સંબંધિત આવશ્યકતાઓ, અર્ધસૈનિક બળોની તૈનાતીમાં ફેરફાર તેમને આરામ અને સ્વાસ્થ્ય લાભ આપવા, કેન્દ્રીય બળોને તૈનાત કરવા અને તેમને હટાવા, આ નિયમિત પ્રક્રિયાઓ છે. કોઇ નક્કી સ્થળ પર અર્ધસૈનિક બળોની તૈનાતી અને તેની ગતિવિધિના સંબંધમાં કયારેય જાહેરમાં ચર્ચા કરાઇ નથી.

એરક્રાફ્ટ સી-17ની વિશેષતા
એરક્રાફ્ટ સી-17 ગ્લોબલ માસ્ટર વધુ વજન તો એરક્રાફ્ટ લઇ જ જઇ શકે છે પરંતુ પોતાની સાથે 100 કરતાં પણ વધારે સૈનિકો લઇ જવાની ક્ષમતા પણ તેનામાં છે. જેના કારણે વિષમ પરિસ્થિતિ ધરાવતા સ્થળે પણ આપણા સૈન્યને જરૂરી ચીજવસ્તુઓ અને સંખ્યાબળ મળી રહે.

ચર્ચા તો એવી પણ છે કે જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી અને સેનાની ચિનાર કૉર્પ્સના ટોચના અધિકારી આજે બપોરે પત્રકાર પરિષદ કરશે. હવે જોવાનું એ રહેશે કે ખરેખર પત્રકાર પરિષદ થાય છે કે પછી ગૃહમંત્રાલયે જણાવ્યું તેમ કે આ તો રૂટિન પ્રક્રિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here