માઓવાદના ખાતમા માટે અમિત શાહે બોલાવી બેઠક

0
25

નવી દિલ્હી, તા. 26 ઓગસ્ટ 2019 સોમવાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નક્સલીઓ વિરૂદ્ધ જાહેર અભિયાનો અને માઓવાદ પ્રભાવિત વિસ્તારોમાં કરવામાં આવી રહેલા વિકાસની સમીક્ષા બેઠક કરી રહ્યા છે.

બેઠકમાં નક્સલ હિંસા પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ હાજર છે.

અમિત શાહના ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળવાના લગભગ ત્રણ મહિના બાદ આ પહેલી બેઠક છે. બેઠકમાં સાર્વજનિક દળો અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી પણ સામેલ છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ  જણાવ્યુ હતુ કે ગૃહ મંત્રી નક્સલીઓ વિરૂદ્ધ જારી અભિયાનો અને માઓવાદ પ્રભાવિત વિસ્તારોમાં કરવામાં આવેલી પ્રગતિની સોમવારે સમીક્ષા કરશે. માઓવાદ પ્રભાવિત 10 રાજ્યોમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here