Wednesday, November 30, 2022
Homeગાંધીનગર અમિત શાહના હસ્તે કલોલમાં 750 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું કરાયું ખાતમુહૂર્ત

અમિત શાહના હસ્તે કલોલમાં 750 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું કરાયું ખાતમુહૂર્ત

- Advertisement -

ગાંધીનગરના કલોલમાં આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યા બાદ અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું કે, ‘મારા મત વિસ્તાર કલોલમાં 2 મોટા અવસર છે. કલોલ, કડી, છત્રાલના શ્રમિકો અને નાગરિકો માટે હંમેશા હોસ્પિટલ ખુલ્લી રહેશે. આયુષ્માન ભારત યોજનાવાળાને પણ આનો લાભ મળશે. માંડવિયાએ મેડિકલ કોલેજ માટે પ્રક્રિયા પારદર્શક કરી છે. ટ્રસ્ટ હોસ્પિટલના બેડ બાદ એક અરજી મેડિકલ કોલેજ માટે પણ કરે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 500 બેડની હોસ્પિટલનું ઉદ્ધાટન થયું. PM મોદીએ આયુષ્માન ભારત યોજના શરૂ કરાવી.’

વધુમાં આ કાર્યક્રમના સંબોધન દરમ્યાન અમિત શાહે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસીયા રાજ કરતા તો ડૉક્ટર બનાવવામાં પણ પૈસા કમાતા હતા. કોંગ્રેસના સમયમાં 387 મેડિકલ કોલેજ હતી કે જે આજે વધીને 600થી વધુ થઇ ગઇ છે. આ સાથે 10 નવી AIIMS બનાવવાની પણ જાહેરાત થઈ ગઈ છે.’ આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. જેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘જરૂરિયાતમંદ દર્દીઓનો સેવા યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે. હોસ્પિટલનું ભૂમિપૂજન વિસ્તારના લોકો માટે ઉપયોગી થશે. PM મોદીએ દેશના જન-જનની ચિંતા કરી છે. અમિત શાહ જ્યારે ગુજરાત આવે ત્યારે સંસદીય ક્ષેત્રને કંઈક ભેટ આપે છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular