અમિત શાહ સંસદમા ખોટું બોલ્યા, સરકારે કહ્યું ધર્મના આધારે નાગરિકતાનો કોઈ રેકોર્ડ નહીં

0
15

ભાજપ સરકાર જ્યારથી સત્તામા આવી છે ત્યારથી કોઈપણ મુદ્દે એક નિવેદન આપીને ફેરવી તોળવા માટે જાણીતી બની છે. આવી જ ઘટનાએ આ વખતે ગુહ મંત્રી અમિત શાહને સંસદમા ખોટા પુરવાર કર્યા છે. જેમાં ત્રણ મહિના પૂર્વે ગુહમંત્રી અમિત શાહે સંસદમા કહ્યું હતું કે સરકારે છેલ્લા પાંચ વર્ષમા ૫૬૬ મુસ્લિમોને નાગરિકતા આપી છે. પરંતુ હાલમા રાજય કક્ષાના ગુહ મંત્રી નિત્યાનંદ રાયે અમિત શાહના આ નિવેદનને ફેરવી તોળ્યું છે. તેમજ કહ્યું છે કે સરકાર પાસે ધર્મ આધારિત નાગરિકતાના કોઈ રેકોર્ડ જ નથી.

સરકારે જણાવ્યું કે જે લોકોને નાગરિકતા આપવામા આવે છે તેમનો ડેટા ધર્મના આધારે તૈયાર કરવામા આવતો નથી. તેમણે કહ્યું કે આ ત્રણ દેશોના અંદાજે ૧૯,૦૦૦ નાગરિકોને સાથે શ્રી લંકા અને મ્યાનમારમાં લોકોને વર્ષ ૨૦૧૪મા નાગરિકતા આપવામા આવી છે.

ગુહ રાજય મંત્રી નિત્યાનંદ રાયે રાજયસભામા આપેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૪મા અત્યાર સુધી ૧૮,૯૯૯ લોકોને ભારતીય નાગરિકતા આપવામા આવી છે જેમા બાંગ્લાદેશના ૧૫,૦૦૦ લોકો છે. બાંગ્લાદેશના આટલા બધા લોકોને નાગરિકતા ૨૦૧૫માં ભૂમિ સીમા સમજુતીને લીધે આપવામા આવી હતી. જેના માધ્યમથી બંને દેશો વચ્ચે એન્કલેવનું આદાન પ્રાદાન કરવામા આવ્યું હતું. જે એલબીએની સંખ્યાને હટાવી દેવામા આવે છે. જે સરકારને અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના મુકાબલે પાકિસ્તાનના નાગરિકોને અધિક્તમ નાગરિકતા પ્રદાન કરી છે.

આ ૧૮, ૯૯૯ લોકોમાંથી ૧૫,૦૩૬ લોકો બાંગ્લાદેશના છે. તેમણે ૧૪,૮૬૪ લોકોએ એલબીએ પર સહી કર્યા બાદ નાગરિકતા આપવામા આવી છે. કેમ કે આ લોકો વધુ સમય માટે ભારતીય ક્ષેત્રમા રહ્યા હતા. તેથી માત્ર ૧૭૨ બાંગ્લાદેશીઓને સમયના આધારે ભારત આવ્યા બાદ વ્યકિતગત આધાર પર નાગરિકતા આપવામા આવી હતી. એમએચઈના આંકડા અનુસાર આ દરમ્યાન ૨૯૩૫ પાકિસ્તાની, ૯૧૪ અફધાન, ૧૧૩ શ્રી લંકાઈ અને ૧ મ્યાંમાર રાષ્ટ્રીયને ભારતની નાગરિકતા આપવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here