અમિત શાહ લઈ શકે છે કોઈ મોટો નિર્ણય, જશે જમ્મુ-કાશ્મીરની લેશે મુલાકાત : સૂત્ર

0
38

જમ્મૂ-કાશ્મીર સરકારની એડવાઈઝરી અને રાજ્યમાં કંઈક મોટું થવાની અટકળો વચ્ચે હવે એક મહત્વની જાણકારી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ સંસદના સત્ર બાદ બે દિવસ માટે કાશ્મીર ખીણના પ્રવાસે જઈ શકે છે. આ દરમિયાન તેઓ જમ્મુ પણ જાય તેવી શકયતા છે .

હજી બે દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીર સરકારે એક એડવાઈઝરી જાહેર કરીને અમરનાથ યાત્રા અધવચ્ચે જ અટકાવી દીધી હતી અને યાત્રીઓ અને અન્ય મુસાફરોને તત્કાળ કાશ્મીર છોડી દેવાના આદેશ આપ્યા હતાં. જમ્મુમાં બનેલા અમરનાથ યાત્રીઓને બેસ કેંપ પણ ખાલી કરવાની સલાગ આપી છે.

કેન્દ્રના જણાવ્યા પ્રમાણે આ આદેશ કોઈ મોટા ફિદાયીન હુમલાના ઈનપુટને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. સાથે જ અહીં રાતોરાત વધારે 28,000 સૈનિકો ઉતારવામાં આવતા અહીં અનેક પ્રકારની અટકળો લગાવવાનું શરૂ થઈ ગયું છે.

આ સ્થિતિ વચ્ચે હવે હમત્વની જાણકારી સામે આવી રહી છે. આ તણાવભરી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર ખીણના પ્રવાસે જઈ શકે છે. શાહ સંસદના વર્તમાન ચોમાસુ સત્ર પુરૂ થયા બાદ જઈ શકે છે. શાહની આ મુલાકાત બે દિવસની હશે. આ દરમિયાન તેઓ જમ્મુની મુલાકાતે પણ જશે. શાહની આ મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડૉવાલની કાશ્મીર મુલાકાત બાદ તત્કાળ 10,000 સૈનિકો ઉતારવામાં આવ્યા હતાં. ત્યાર બાદ કાશ્મીરમાં હલચલ વધી જવા પામી હતી. હવે અમિત શાહની મુકાતની અટકળ માત્રથી ભારે ઉથલ પાથલ થવાની શક્યતા સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here