13-14 જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાતની મુલાકાતે, પોતાના લોકસભા વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે

0
6

આગામી 13(આવતી કાલે) અને 14મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. શાહ આવતી કાલે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. 14 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે તેમના સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ગોતાના વંદેમાતરમ ફ્લેટના ધાબા પરથી ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવતા જોવા મળશે.

અમિત શાહ મહત્વના લોકો સાથે મુલાકાત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 13મી અને 14મી તારીખે અમદાવાદ આવશે. જ્યાં તેઓ મહત્વના લોકો સાથે મુલાકાત કરશે અને પોતાના લોકસભા વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજીવાર અમદાવાદ આવી રહ્યા છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ 4 દિવસ માટે અમદાવાદ આવ્યા હતા.