મમતા દીદીને ઘરઆંગણે પછાડવા અમિત શાહે તૈયાર કર્યો જબરદસ્ત માસ્ટરપ્લાન

0
7

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હજી તો એક વર્ષ બાકી છે ત્યાં ભાજપની તરફથી ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેને લઇ ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ બરાબરની તૈયારી કરી રહ્યા છે. જી હા અમિત શાહ અત્યારે બંગાળી ભાષા શીખી રહ્યાં છે. આ માટે શાહે એક શિક્ષકને અપોઇન્ટ કર્યા છે. અમિત શાહ આ ભાષાને સમજી શકે અને પશ્ચિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણની શરૂઆત બંગાળી ભાષાથી કરે, જેથી કરીને ભાષણ પ્રભાવશાળી લાગે. આમ, મમતા દીદીને ઘર આંગણે બરાબરની ધોબીપછડાટ આપવા માટે શાહે માસ્ટરપ્લાન તૈયાર કરી લીધો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના એક મોટા નેતાએ જણાવ્યું કે આમાં કંઇ નવું નથી. ભાજપ અધ્યક્ષ બંગાળી અને તામિલ સહિત દેશની અલગ અલગ 4 પ્રાદેશિક ભાષાઓ શીખી રહ્યાં છે. શાહને ચૂંટણીની રણનીતિ બનાવવામાં માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે. દરેક ચૂંટણી માટે શાહ અલગ અલગ રણનીતિ બનાવે છે. પરંતુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ ચૂંટણીમાં હાર્યા પછી હવે શાહ બંગાળની ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. ભાષા ક્યાંય પણ આ રણનીતિમાં આડે ના આવે તે માટે શાહ બંગાળી શીખી રહ્યાં છે.

તદઉપરાંત શાહે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. શાહ પોતાને રિલેક્સ થવા માટે શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કરે છે અને યોગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here