ગૃહમંત્રીની તબિયત ફરીવાર લથડી : અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા મોડી રાતે એઇમ્સમાં દાખલ કર્યાં,

0
4

કોરોના નેગેટિવ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે, ફરીએક વાર અમિત શાહને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહને છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને મોડી રાત્રે 11 વાગ્યે દિલ્હી સ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

29 ઓગસ્ટે ડિસ્ચાર્જ કર્યાં હતા

55 વર્ષીય શાહને 29 ઓગસ્ટે પોસ્ટ કોવિડ કેર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 18મી ઓગસ્ટે પોસ્ટ કોવિડ કેર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ શરીરમાં દુખાવો, થાક અને ચક્કરની તકલીફ હતી. એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની અધ્યક્ષતામાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે, આ મામલે એઇમ્સ તરફથી કોઈ ઓફિસિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોરોના વાઇરસમાંથી બહાર આવ્યા બાદ અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યારે એઇમ્સના સૂત્રએ જણાવ્યું છે કે, ‘આગામી અમુક દિવસો સુધી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ રહે તે તેમના માટે વધારે યોગ્ય છે. અહીં તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવે જેથી સારવાર થઈ શકે.’ હાલ અમિત શાહને એઇમ્સના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે.

પહેલા કોરોનાનો શિકાર બન્યા હતા ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા હતા. ડોકટરોની સલાહ મુજબ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી હતી. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here