કાશ્મીર મુદ્દે અમિત શાહ રાજ્યસભામાં 11 વાગે અને લોકસભામાં 12 વાગે આપશે નિવેદન

0
14

દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને ઘણાં રાજકીય નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પહેલાં વડાપ્રધાને અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી અને ત્યારપછી કેબિનેટ બેઠક કરવામાં આવી હતી. આ સમયે સંસદમાં પણ કાશ્મીર મુદ્દે હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષના ઘણાં નેતાઓએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. આજે સમગ્ર દેશની નજર કબિનેટ બેઠક પર રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ બંને સદનમાં કાશ્મીર મુદ્દે નિવેદન આપવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ રાજ્યસભામા 11 વાગે અને લોકસભામાં 12 વાગે કાશ્મીર મુદ્દે નિવેદન આપવાના છે. આ સાથે જ આજે રાજ્યસભામા જમ્મુ-કાશ્મીર અનામત બિલ પણ રજૂ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં આર્થિક પછાત વર્ગો માટે 10 ટકા અનામત સંબંધિત બિલ રજૂ કરશે. આ બિલ 28 જૂને લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અનામત સુધારમા બિલ 2019માં કાશ્મીરમાં સીમા વિસ્તારોના નાગરિકોને ખાસ અનામત આપવાની જોગવાઈ સામેલ કરી છે. જેથી તેમને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે બરાબરીનો મોકો મળી શકે.

લોકસભામાં શાહે કહ્યું હતું કે, અમે અનામત કાયદા સુધારણા બિલ અંતર્ગત રાજ્યના નબળાસ પછા વર્ગ અને આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેતા લોકોને શરૂઆતથી જ અનામત આપવાની જોગવાઈ કરી છે. એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકોને શેલ્ટર હોમમાં રહેવું પડે છે. ઘણાં દિવસો સુધી બાળકોને અહીં રહેવું પડે છે. સ્કૂલો બંધ રહે છે, તેમના અભ્યાસને અસર થાય છે. તેથી તેમને અનામત આપવામાં આવી રહી છે. તેનાથી જમ્મુ-કાશ્મીરના સાડા ત્રણ લાખ બાળકોને ફાયદો થશે. અનામતનો આ પ્રસ્તાવ કોઈને ખુશ કરવા માટે નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે રહેતા લોકોના હિત માટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here