Thursday, August 11, 2022
Homeકોમ્યુનિસ્ટ પછી TMCનો કિલ્લો બની ચુકેલા બોલપુરમાં રોડ શો કરશે અમિત શાહ
Array

કોમ્યુનિસ્ટ પછી TMCનો કિલ્લો બની ચુકેલા બોલપુરમાં રોડ શો કરશે અમિત શાહ

- Advertisement -

ગૃહમંત્રી અમિત શાહની બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન તે સૌથી પહેલા શાંતિ નિકેતન જશે. અહીં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં તેમનો કાર્યક્રમ છે. અહીંના બાંગ્લાદેશ ભવન સભાગારમાં તેમનું ભાષણ થશે. બપોરે બે વાગ્યે બોલપુરમાં તેમનો રોડ શો થશે. શાહ સાંજે દિલ્હી જવા રવાના થશે.

ભાજપના ચૂંટણી અભિયાનને ધ્યાનમાં રાખતા બોલપુર ઘણું મહત્વનું છે. આ સંસદીય વિસ્તાર એક સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીનો કિલ્લો હતો. 1971થી 2014 સુધી સતત અહીં કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાજ હતું. જેમાં ચાર વખત સરાદિશ રોય અને સાત વખત દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીએ ચૂંટણી જીતી હતી. 2014માં તૃણમૂલ કોંગ્રેસે આ કિલ્લો જીતી લીધો. બે વખતથી આ બેઠક પર તેનો જ કબજો છે.

પહેલો દિવસ ધમાકેદાર રહ્યો…
શાહે પહેલી વખતની મુલાકાત ધમાકેદાર રીતે કરી છે. મિદનાપુરમાં યોજાયેલી તેમની રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા ધારાસભ્ય, એક સાંસદ, પૂર્વ સાંસદ અને CM મમતા બેનર્જીના ખાસ રહી ચુકેલા શુભેન્દુ અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા. અહીં અમિત શાહે કહ્યું કે, સારા લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે.

શાહે રામકૃષ્ણ આશ્રમથી મિશન બંગાળ શરૂ કર્યું…
અમિત શાહે મિશન બંગાળની શરૂઆત રામકૃષ્ણ આશ્રમ જઈને કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. તેના પછી તે સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝના ઘરે ગયા અને તેમના પરિવારજનોની મુલાકાત કરી. અહીં તેમણે કહ્યું કે, ખુદીરામ બોઝના ઘરે આવીને નવી ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું.

પશ્વિમ બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી…
આ વખતે કેન્દ્ર અને મમતા સરકારના સંબંધ સારા નથી રહ્યાં. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પણ છે. આ બધાની વચ્ચે અમિત શાહની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

20 ડિસેમ્બરે શાહના પ્રોગ્રામ…
ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય, શાંતિ નિકેતન જશે. અહીં રવીન્દ્ર ભવનમાં તે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular