મદદ : અમિતાભ બચ્ચને 1.8 કરોડના 12,000 ફૂડ કૂપન તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સને આપ્યા, 1500 રૂપિયાનું એક એવા કુલ 1 લાખ કૂપન આપવાનું વચન

0
6

મુંબઈ. મહામારી કોરોના વાઇરસને કારણે 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. આ સ્થિતિમાં સમગ્ર દેશમાં ફિલ્મ, સિરિયલના શૂટિંગ બંધ છે. જેને કારણે આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર નભતા રોજમદાર શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમની મદદ માટે બિગ બી આગળ આવ્યા છે. તેમણે આવા કુલ 1 લાખ રોજમદાર શ્રમિકોને 1 મહિનાનું કરિયાણું આપવાનું વચન આપ્યું હતું. આ અંતર્ગત તેમણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સ માટે 12,000 ફૂડ કૂપન પહોંચાડ્યા છે. આ દરેક કૂપનની કિંમત 1500 રૂપિયા છે. એટલે તેમણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સને 1.8 કરોડ રૂપિયાની સહાય કરી.

અમિતાભ બચ્ચનની આ મદદ બદલ સાઉથ સ્ટાર ચિરંજીવીએ તેમનો આભાર માની ટટ્વીટ કર્યું હતું કે, અમિતજીએ 1500 રૂપિયાના એક એવા 12000 કોરોના રિલીફ કૂપન તેલુગુ સ્ટેટના ફિલ્મ વર્કર્સને વહેંચવા માટેની વ્યવસ્થા કરી આપી છે. આ સુંદર પહેલ બદલ બિગ બીનો ખૂબ આભાર. આ કૂપન બિગ બાઝાર સ્ટોર્સ પર રિડીમ થઇ શકશે.

અમિતાભ બચ્ચન આ મદદ તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સને કરી રહ્યા છે. બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથે અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોજમદાર શ્રમિકોને પણ તેઓ આ કરિયાણું માટેના કૂપન અવેલેબલ કરાવશે. તેમની આ પહેલને સોની પિક્ચર્સ અને કલ્યાણ જ્વેલર્સનો પણ સપોર્ટ મળ્યો છે. તેમણે કુલ 1 લાખ ફૂડ કૂપનની મદદ કરવાનું વચન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here