અપીલ : અમિતાભ બચ્ચને હાથ જોડીને કહ્યું, આપણે માણસ થવાની જરૂર છે

0
13

મુંબઈ. કોરોનાવાઈરસથી દેશને બચાવવા માટે બોલિવૂડ સાથે મળીને કામ કરી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સ લોકોને ઘરની બહાર ના જવાની અપીલ કરી રહ્યું છે તો બીજી બાજુ ગરીબોની આર્થિક મદદ પણ કરે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કોરોના વોરિયર્સની હિંમત વધારી છે. અમિતાભ બચ્ચને વીડિયો શૅર કરીને માણસાઈ દાખવવાનું કહ્યું છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું, એક પગલું, માણસાઈ તરફ. આ ટ્વીટ સાથે અમિતાભ બચ્ચને એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ કવિતાનું પઠન કરે છે.

અમિતાભ બચ્ચને ગાયેલી કવિતા

અપની માં કી કોખ સે પૈદા હોતે હી મુઝે ડોક્ટર ને અપની સરપરસ્ત હથેલિયોં મેં સંભાલા, જબ હોશ ભી ન સંભાલા થા એક નર્સ ને અપને મુલાયમ હાથો સે મુઝે નહલાયા. અપની ઉંગલી સે મેરી ઉંગલી પકડકર એક ટીચર ને મુઝે અ, આ, ઈ, ઇ, ઉ, ઊ લિખના શિખાયા. મેરી સલામતી હંમેશાં ઉસ બસ કે ડ્રાઈવર કે સુરક્ષિત હાથોં મે થી, જો મુઝે સ્કૂલ સે લાતા, લે જાતા થા, જબ મૈં ખાના ખાતા મૈં નિશ્ચિંત થા કિ વો મેરે ભરોસેમંદ હાથો સે હી બના થા, હમે હંમેશા ઉન હાથો કી જરૂરત પડી હૈં, અબ ભી પડેંગી, ઉન ભરોસેમંદ હાથોં કી ઉન સરપરસ્ત હથેલિયોં કી, માર્ગદર્શક ઉંગલિયોં કી, આજ હાથ ધોના, સામાજિક દૂરી બનાના સર્વોપરિ હૈં ઔર આજ મૈં અપને હાથ જોડકર આપસે વિનંતી કર રહા હૂં કિ હમેં ઈન્સાનિયત સે હાથ નહીં ધોના ચાહિયે, હમેં ઈન્સાન હોના ચાહિયે. ઉલ્લેખનીય છે કે આ કવિતા ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.

77 વર્ષીય અમિતાભ બચ્ચન અલગ-અલગ કેમ્પેઈન સાથે જોડાયેલા છે અને તેઓ લાંબા સમયથી કોરોનાવાઈરસને લઈ ચાહકોમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here