સો.મીડિયા : અમિતાભ બચ્ચને રામાયાણનો પાઠ કરીને ટ્વિટર પર ચોપાઈ શૅર કરી

0
9

મુંબઈ. લૉકડાઉનમાં અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ પોતાની તસવીર, કવિતા તથા મેસેજ ટ્વીટ કરતાં રહે છે. આ વખતે તેમણે રામાયાણની ચોપાઈ દ્વારા મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે આ વખતે પોતાની ટ્વીટમાં નામ તથા નામી (લોકપ્રિયતા) વચ્ચેના સંબંધો પર વાત કરી હતી.

અમિતાભે રામાયણ પાઠની એક તસવીર શૅર કરી હતી. આમાં નામ તથા નામી વચ્ચેના સંબંધો સમજાવવામાં આવ્યા હતાં. આ તસવીરમાં લખવામાં આવ્યું હતું, ‘સમજવા માટે તો નામ તથા નામી એક જ છે પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી તથા સેવકની સમાન પ્રીતિ છે (અર્થાત્ નામ તથા નામીમાં પૂર્ણ એકતા હોય છતાં પણ જેવી રીતે સ્વામીની પાછળ સેવક ચાલે છે, તે જ પ્રકારે નામની પાછળ નામી ચાલે છે. પ્રભુ શ્રીરામજી પોતાના રામ નામનું જ અનુગમન કરે છે. નામ લેતા જ તેઓ આવી જાય છે.) નામ તથા રૂપ બંને ઈશ્વરની કૃપા છે. આ (ભગવાનના નામ તથા રૂપ), બંને અનિવર્ચનીય, અનાદિ તથા સુંદર શુદ્ધ ભક્તયુક્તિ બુદ્ધિથી જ તેમનું (દિવ્ય અવિનાશી) સ્વરૂપ ઓળખવામાં આવે છે.’

આ પોસ્ટ શૅર કરીને અમિતાભે કહ્યું હતું, આજે પૂજાના સમયે રામાયણ પાઠમાં આ વાંચ્યું તો સારું લાગ્યું.

અમિતાભનું ડિજિટલ ડેબ્યૂ 

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ 12 જૂનના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ તથા આયુષ્માન પહેલી જ વાર કામ કરતાં જોવા મળશે. ડિરેક્ટર શૂજિત સરકારની આ ફિલ્મને લૉકડાઉનને કારણે થિયેટર બંધ હોવાથી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ લખનઉ બેકડ્રોપ પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન મકાનમાલિક તથા આયુષ્માન ખુરાના ભાડુઆતના રોલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here