અમિતાભ બચ્ચનનું લીવર 75 ટકા ખરાબ થઈ ગયું છે, સલમાન ખાનને ટ્રાઈજેમિનલ ન્યૂરોલ્જિયા બીમારી

0
0

‘રાજનીતિ’ સહિત ઘણી ફિલ્મમાં કામ કરનાર શ્રુતિ સેઠ થોડાં દિવસ પહેલાં કોઈ ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેની પર ઈમરજન્સીમાં સર્જરી કરવામાં આવી હતી. જોકે, તેને કઈ બીમારી છે, તે વાત તેણે કહી નહોતી. શ્રુતિની તબિયત હાલમાં સારી છે. તેણે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે જીવનને ક્યારેય હળવાશથી ના લો. શ્રુતિ પહેલાં પણ ઘણાં સેલેબ્સ ગંભીર બીમારીનો ભોગ બની ચૂક્યા છે.

મુમતાઝને કેન્સર થયું હતું

વિતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ મુમતાઝને વર્ષ 2000માં બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થઈ હતી. તેમણે સારવાર કરાવી હતી અને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે કેન્સરથી ડરશે નહીં અને મક્કમતાથી બીમારી સામે લડશે. મુમતાઝ ઉપરાંત સોનાલી બેન્દ્રે, લીઝા રે, મનીષા કોઈરાલા જેવી એક્ટ્રેસ પણ કેન્સરને હરાવી ચૂકી છે.

સલમાન ખાનને ટ્રાઈજેમિનલ ન્યૂરોલ્જિયા બીમારી

સલમાન ખાનને ટ્રાઈજેમિનલ ન્યૂરોલ્જિયા નામની બીમારી છે. સલમાને લાંબા સમય સુધી આ બીમારીની સારવાર કરાવી છે. આ એક ન્યૂરોપેથિક ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિના ચહેરાના અનેક હિસ્સા (માથું, જડબું)માં દુખાવો થાય છે. સલમાન છેલ્લા 9-10 વર્ષથી આ બીમારીનો ભોગ બન્યો છે.

અમિતાભને અનેક બીમારીઓ

78 વર્ષીય અમિતાભ બચ્ચન 37 વર્ષથી લીવરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. 37 વર્ષ પહેલાં ‘કુલી’ના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં લીવર ખરાબ રીતે ડેમેજ થયું હતું. આજે પણ તેમને ઘણીવાર પેટમાં દુખાવો થતો હોય છે. તેમને હિપેટાઈટિસ B થયું છે, જેને કારણે તેમનું લીવર 75 ટકા ખરાબ થઈ ગયું છે. અમિતાભને અસ્થમા, ટીબી, ડાઈવર્ટિક્લુલાઈટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન જેવી બીમારીઓ થઈ ચૂકી છે.

સોનમને ડાયબિટીઝ

સોનમ કપૂરને ડાયબિટીઝ છે. સોનમ નાની ઉંમરથી ડાયબિટિક રહી છે. સોનમે રોજ ઈન્સ્યુલિન તથા ડાયટથી ડાયબિટિઝ પર કંટ્રોલ મેળવ્યો હતો. ડાયબિટિઝને કારણે સોનમનું વજન 85 કિલો થઈ ગયું હતું.

દિલીપ કુમારને ફેફસાંમાં ચેપ

98 વર્ષીય બોલિવૂડ દિગ્ગજ દિલીપ કુમારની તબિયત હાલ તો ઠીક છે. જોકે, લાંબા સમયથી તેમને કિડનીની બીમારી છે. આ ઉપરાંત તેમને ફેફસાંમાં પણ ચેપ લાગ્યો હતો.

ધર્મેન્દ્ર ચિક્કાર દારૂ પીતા હતા

ધર્મેન્દ્ર 15 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યાં હતાં, આ દરમિયાન તેમને દારૂની લત લાગી હતી. તેઓ સ્મોકિંગ પણ કરતાં હતાં. જોકે, હાલમાં તેઓ બંને આદત છોડી ચૂક્યા છે.

મિથુન ચક્રવર્તીને બેકપેન

મિથુન ચક્રવર્તીને ક્રોનિક બેકપેનની સમસ્યા છે. ગયા વર્ષે સમસ્યા વધી જતા તેઓ અમેરિકા ગયા હતા અને તેમના પર સર્જરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here