અમિતાભે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને કહ્યું, ફિલ્મનું નામ નક્કી હતું, ફોટોશૂટ થયું પરંતુ ક્યારેય બની નહીં

0
3

બોલિવૂડમાં ઘણીવાર એવું બને કે ફિલ્મ પાછળ ઘણી જ મહેનત કરવામાં આવે પરંતુ પછી તેને અભરાઈ પર ચઢાવી દેવામાં આવે. ક્યારેક બજેટને કારણે તો ક્યારેક મતભેદને કારણે ફિલ્મ બનતી નથી. આવું જ અમિતાભ બચ્ચન સાથે પણ બન્યું હતું. બિગ બીએ સોશિયલ મીડિયામાં આ વાત કહી હતી.

જોકે, પોસ્ટમાં અમિતાભ બચ્ચને આ ફિલ્મનું નામ કહ્યું નહોતું પરંતુ યુઝર્સે અનેક નામ કમેન્ટ કર્યાં હતા, જેમાં ‘અકેલા’ તથા ‘રુદ્ર’નું નામ પણ સામેલ હતું.

અમિતાભ બચ્ચનને અફસોસ છે

અમિતાભે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. નામ નક્કી હતું, સ્ટાઈલમાં ફોટોશૂટ પણ થયું….પરંતુ આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં.’ અમિતાભેન આ ફિલ્મનું નામ કહ્યું નહોતું પરંતુ આ વાત પર દુઃખ પ્રગટ કર્યું હતું કે આ ફિલ્મ ક્યારેય પૂરી થઈ નહીં.

અમિતાભે જે પોસ્ટ શૅર કર્યું છે, તેમાં તેઓ ગ્રે જેકેટ તથા બ્લેક પેન્ટમાં જોવા મળે છે અને તેમની પાસે એક ગન છે. તસવીરમાં બિગ બી ઘણાં જ યુવાન લાગે છે.

ચાહકે આશ્વાસન આપ્યું

એક ચાહકે કહ્યું હતું, ‘દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ કારણ હોય છે. આની પાછળ પણ કંઈક સારું જ કારણ રહ્યું છે. આની સારી બાબતો પર ફોકસ કરવું જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here