દિલ્હી : યમુનામાં એમોનિયાનું સ્તર વધ્યું; બે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ઠપ, લાખો લોકો અસરગ્રસ્ત

0
0

નવી દિલ્હીઃ યમુના નદીમાં એમોનિયાનું સ્તર વધવાને કારણે ચંદ્રાવલ અને વઝીરાબાદના જળ શુદ્ધિકરણ પ્લાન્ટ અટકાવાઈ દેવાયા છે. જેના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણીનો સપ્લાઈ બંધ કરાયો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પાનીપતમાં વધારે પ્રમાણમાં ઔદ્યોગિક કચરો ફેંકવાના કારણે એમોનિયાનું સ્તર વધી રહ્યું છે.

કેજરીવાલે એવું પણ કહ્યું કે, અમે આ મુદ્દે નજર રાખી રહ્યાં છીએ. દિલ્હી જળ બોર્ડને આદેશ આપવામાં આવ્યો હતો કે, દિલ્હીના કોઈ પણ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતી ન બને, ભલે બીજા પ્લાન્ટ્સથી વઝીરાબાદમાં પાણી લાવવું પડે. એમોનિયાનું સ્તર વધવાના કારણે ચંદ્રાવલ અને વઝીરાબાદ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે. હરિયાણા સરકારે આશ્વાસન આપ્યું છે કે નદીમાં એમોનિયાનું સ્તર ઘટાડવા માટે મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવશે.

ઉત્તર-પૂર્વી દિલ્હી, પશ્વિમ દિલ્હી, ઉત્તર દિલ્હી સહિત ઘણા વિસ્તારો અસરગ્રસ્ત

DJBએ કહ્યું કે, સોમવાર સવાર સુધી યમુનાના 1 લીટર પાણીમાં 3.2 મિલીગ્રામ સુધી એમોનિયાનું પ્રમાણ વધ્યું હતું. વઝીરાબાદના તમામ ત્રણ જળ શુદ્ધિકરણ પ્લાન્ટને પુરી ક્ષમતાથી ઓપરેટ કરાઈ રહ્યા છે. અમોનિયાનું સ્તર વધવાના કારણે ઉત્તર-પૂર્વ દિલ્હી, પશ્વિમ દિલ્હી, ઉત્તર દિલ્હી, મધ્ય દિલ્હી, નવી દિલ્હી સહિત દક્ષિણ દિલ્હી અને NDMCના આસપાસના ઘણા વિસ્તારો પ્રભાવિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here