ન્યૂ લોન્ચ : Ampereએ Reo light નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, 1,999 રૂપિયામાં બુક કરાવી શકાશે

0
21

ઓટો ડેસ્કઃ ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં એક નવાં સ્કૂટરે એન્ટ્રી કરી છે. દેશની ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની Ampereએ માર્કેટમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Reo light લોન્ચ કર્યું છે. અટ્રેક્ટિવ લુક અને સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે આવનારાં આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 45,099 રૂપિયા રાખવામાં આવી છે.

કંપની આ સ્કૂટર લોન્ચ કરવાની સાથે ગ્રાહકોને એક ઓફર પણ આપી રહી છે. જે ગ્રાહક અત્યારે આ સ્કૂટર બુક કરાવશે તેને કંપની ફ્રીમાં હેલ્મેટ પણ આપશે. જો તમે આ સ્કૂટર બુક કરાવવા માગતા હો તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકો છો. આ માટે તમારે 1,999 રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવા પડશે.

કંપનીએ નવી Reo light ઇલેક્ટ્રિક સ્કૂટરને સ્પોર્ટી લુક અને ડિઝાઇન આપવામાં આવી છે. તેના ફ્રંટમાં શાર્પ એપ્રન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્પોર્ટી હેડલાઇટ અને બુમરેંગ શેપ ડેકલ્સ, કમ્ફર્ટેબલ સીટ, બ્લેક ગ્રેબ રેલ અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. આ સ્કૂટરમાં કંપનીએ બોલ્ડ સ્પીડોમીટર ડિસ્પ્લે, USB ચાર્જિંગ પોર્ટ અને સીટ નીચે હેલ્મેટ રાખવા સારું સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે.

લાઇસન્સ વગર ચલાવી શકાશે

  • આ સ્કૂટરની ખાસ વાત એ છે કે તેને ડ્રાઇવ કરવા માટે તમારે વાહનનાં રજિસ્ટ્રેશન અથવા ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી. કંપનીએ આ સ્કૂટરની સ્પીડ ફિક્સ રાખી છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ કલાક દીઠ 25 કિમી છે.
  • કંપનીએ આ સ્કૂટરમાં 250Wltની કેપેસિટીની BLDC ઇલેક્ટ્રિક મોટરનો પ્રયોગ કર્યો છે, જે ડ્રાઇવિંગ સ્ટાઇલ અનસુરા 55થી 60 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં 48v અને 20Ahની લીડ એસિડ બેટરી યૂનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફુલ ચાર્જ થવામાં 8 કલાકનો સમય લે છે.
  • આ સ્કૂટરમાં ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં કોલ સ્પ્રિંગ સસ્પેન્શનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સ્કૂટરનું કુલ વજન 86 કિલો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4 કલર્સમાં અવેલેબલ છે, જેમાં રેડ, બ્લે, બ્લુ અને વ્હાઇટ કલર સામેલ છે. ઇન્ડિયન માર્કેટમાં આ સ્કૂટર લો પાવર સ્કૂટર્સ જેમ કે હીરો ઇલેક્ટ્રિક અને ઓકિનાવાનાં સ્કૂટર્સને ટક્કર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here