Ampere 15 જૂને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લાવશે, સિંગલ ચાર્જમાં 75 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળવાની શક્યતા

0
0

દિલ્હી. ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવી રહી છે. દેશની ઓટોમોબાઇલ કંપની Ampere Electric માર્કેટમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ સ્કૂટરનું એક ટીઝર પણ રિલીઝ કર્યું છે. ટીઝરમાં જણાવ્યાનુસાર આ સ્કૂટર 15 જૂને લોન્ચ કરવામાં આવશે.

લોકડાઉન પછી લોન્ચ થનારું ફર્સ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ

લોકડાઉનના કારણે દેશભરમાં વાહનોના વેચાણ પર બહુ ખરાબ અસર પડી હતી. આ ઉપરાંત, નવા વ્હીકલ્સનું લોન્ચિંગ પણ અટકી ગયું હતું. પરંતુ હવે સરકાર દ્વારા થોડી છૂટછાટ અપાતા ઓટોમોબાઇલ કંપનીઓ માર્કેટમાં પોતાના વ્હીકલ્સ લોન્ચ કરવા જઈ રહી છે. Ampere કંપનીનું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોકડાઉન પછી લોન્ચ થનારું પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ હશે. Ampereના આ નવાં સ્કૂટરમાં કંપનીએ નવાં ફીચર્સ અને ટેક્નિક્સ ઉમેરી છે.

70 કિમીથી 75 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ

ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે, આ સ્કૂટર વધારે કમ્ફર્ટેબલ રાઇડ આપશે. જો કે, હજી તેના બેટરીપેક અને ડ્રાઇવિંગ રેન્જ વિશે ઓફિશિયલી કોઈ જાણકારી નથી મળી. પરંતુ કંપનીના વ્હીકલ લાઇનઅપ પર ધ્યાન આપીએ તો આ સ્કૂટર 70 કિમીથી 75 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. આ સ્કૂટરમાં કંપન એ જ બેટરીપેક નાખી શકે છે જે Zeal સ્કૂટરનું જોવા મળ્યું હતું. તેની બેટરી 5થી 6 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

મેક્સિમમ ટોપ સ્પીડ 55 કિમી

Ampere ઇન્ડિયન માર્કેટમાં લાંબા સમયથી ઇલેક્ટ્રિક વાહનોનું પ્રોડક્શન કરી રહી છે. આ નવાં સ્કૂટરના લોન્ચિંગ સાથે કંપનીના લાઇનઅપમાં કુલ 6 સ્કૂટર્સ સામેલ થઈ જશે. તેના મોટાભાગના સ્કૂટર્સ કલાક દીઠ 25 કિમીથી લઇને 55 કિમી સુધીની ટોપ સ્પીડ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here