અમરેલી કિસાનસંઘ દ્વારા સરકાર સામે નિંદામણનાશક દવા અને બિયારણના વિરોધ સામે ધરણા આંદોલન

0
23

ભારતીય કિસાનસંઘ દ્વારા આજે અમરેલીની કલેકટર કચેરી ખાતે ધરણા કરીને સુત્રોચાર કરીને સરકાર સામે 9 ઓગસ્ટના ક્રાંતિદિન નિમિત્તે HTBT બિયારણ અને નિંદામણનાશક glyphosate દવાનો વિરોધ કરીને ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કલેકટરન આવેદનપત્ર પાઠવ્યું હતું.

 

આજે અમરેલી કલેકટર કચેરી ખાતે ભારતીય કિસાનસંઘ દ્વારા સરકાર સામે ખેડૂતોના પાકવીમા, ભૂંડ રોઝના ત્રાસ અને વીજળીની સમસ્યાઓ સાથે ખેડૂતોને પાયમાલ કરવાના ધ્યેયથી પ્રતિબંધિત ગણાતી gylphosate દવા અને HTBT બિયારણ સામે સરકાર સામે આંદોલનનો અધ્યાય કિસાનસંઘે આરંભયો હતો 100 જેટલા ખેડૂતો દ્વારા કલેકટર કચેરી બહાર હાથમાં બેનરો લઈને સરકારના સામે વિરોધ કરીને કેન્સર જેવા ગંભીર પ્રકારના થતા આ નિંદામણનાશક દવા ના ઉપયોગને અટકાવવા કિસાનસંઘે આગેવાની લઈને અમરેલી કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને ન્યાય આપવાની માંગ કિસાનસંઘે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here