અમરેલી : યુવક પર દીપડો ત્રાટક્યો, માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ

0
10

અમરેલીના માલસિકા ગામે દીપડાનો હુમલાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા 22 વર્ષીય દિનેશ કાતરીયા નામના યુવાન પર અચાનકજ હુમલો કર્યો હતો. યુવાને ચીસો પાડતા આસપાસ કામ કરતા લોકો આવી જતા દીપડો નાસી છૂટ્યો હતો જોકે યુવાનને માથા તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘાયલ યુવાનને સારવાર અર્થે અમરેલી ખસેડાયો છે. જોકે આ પહેલા પણ ગામની સીમમાં દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવી છે જેથી ખેતરમાં કામ કરતા લોકોમાં દીપડાનો ભય ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here