રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છો, જેના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વિવિધ પક્ષો દ્વારા ગામડે-ગામડે ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં લાઠી- બાબરા વિધાન સભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા પણ પ્રચાર શરૂ કરી દેવાયો છે. દેવળીયા જિલ્લા પંચાયત બેઠક ઉપર 17 જેટલા ગામડાના ખેડૂતો સહિત કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા કરાયેલા કામો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષમાં મતદાન કરવા હાકલ કરી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો હતો. ભાજપ સામે મંદી, મોંઘવારી, બેરોજગારી સહિત મુદ્દે વિરજી ઠુમર આક્રમણ મુડમાં જોવા મળ્યાં હતા. ધારાસભ્ય વિરજી ઠુમરે સભા સંબોધતા જણાવ્યું હતું કે, તેમના ધારસભ્યના કાર્યકાળ દરમ્યાન 99 ટકા ઉપરાંત રોડ રસ્તા સહિતની કામગીરી કરી છે. લાઠી-બાબરા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા પુરજોશમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક ઉપર ફરી કોંગ્રેસ પક્ષ વિરજી ઠુમરને રિપોટ કરવાનું લગભગ નિશ્ચિત મનાય છે.