અમરેલી : સગીરા પર ચાર શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચર્યું, દોઢ માસનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

0
79

અમરેલી: અમરેલીમાં ચિતલ રોડ પર રહેતી એક 14 વર્ષીય સગીરા પર અમરેલીના જ કિસન ચંદુભાઇ સોલંકી, આયન તથા જાવેદ પઠાણ અને અસરત ઉર્ફે અસગર ખલીફા નામના શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. બે માસ પહેલા સૌપ્રથમ કિસન સોલંકીએ તેની એકલતાનો લાભ લઇ મારી નાખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. આ શખ્સ અવારનવાર તેને જુદી જુદી જગ્યાએ લઇ જતો અને દુષ્કર્મ આચરતો. ત્યારબાદ હવસના આ ખેલમા બાકીના ત્રણ શખ્સો પણ જોડાયા હતા. આ સગીરાને અમે તારા વિશે જાણીએ છીએ તેમ કહી પરાણે મોબાઇલ નંબર માંગી પરેશાન કરતા હતા.

ત્રણેય શખ્સોની ધરપકડ કરાઇ

મોબાઇલ પર કોલ કરી સગીરાના ઘર પાછળ અવાવરૂ જગ્યા પર બોલાવી તેના પર દુષ્કર્મ આચરતા હતા. એટલુ જ નહીં અવારનવાર મોટર સાયકલ પર ઠેબી ડેમ નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ચારેય શખ્સો દ્વારા આ સગીરા સાથે અશ્વિલ ફિલ્મો જેવી હરકત કરવામા આવી હતી. આ સગીરા હજુ માત્ર ધોરણ-9માં ભણતી હોવાનું જાણવા મળેલ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ સગીરાની અન્ય બે બહેનપણીઓ પણ હવસનો શિકાર બની હોવાનું કહેવાય છે. ત્યારે અમરેલી સીટી પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
સગીરાનાં દોઢ માસનો ગર્ભ હતો

સગીરાને પેટમા દુખાવો ઉપડતા દવાખાને ખસેડવામા આવી હતી. જ્યાં તેને પેટમાં દોઢ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. આખરે તેણે પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here