Saturday, September 18, 2021
Homeઅમરેલી : ધાતરવડી-2 ડેમ 90 ટકા ભરાઈ જતા હાઈએલર્ટ મેસેજ જાહેર કરવામા...
Array

અમરેલી : ધાતરવડી-2 ડેમ 90 ટકા ભરાઈ જતા હાઈએલર્ટ મેસેજ જાહેર કરવામા આવ્યો

અમરેલી જિલ્લાનો ધાતરવડી-2 ડેમ 90 ટકા ભરાઈ જતા હાઈએલર્ટ મેસેજ જાહેર કરવામા આવ્યો છે. ડેમની હેઠવાસમાં આવતા 9 ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા પંથકનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 2 મા સતત પાણીની આવક થઈ રહી છે. આ ડેમથી ઉપર ધાતરવડી ડેમ 1 આવેલો છે તે પણ ઓવરફ્લો છે તેમાથી સતત પાણી આ ડેમમા આવી રહ્યું છે, જેમાં કારણે પાણીની સપાટી વધીર રહી છે આજે ધાતરવડી ડેમ 2 ની 90 ટકા ઉપર સપાટી પોહચાતા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરવામા આવ્યો છે.

ડેમમાં હાલમા પાણીનુ રુલ લેવલ જાળવવા માટે 1 દરવાજો 0.0125 મી ખુલો છે જેથી પ્રતિ સેકન્ડ નદીમા 47 ક્યુસેક પાણીનો પ્રવાહ નદીમા શરૂ છે જેના કારણે નિચાણવાળા નદી કાંઠે આવતા ગામો ને એલર્ટ કરી દેવાયા છે.

ક્યા ક્યા ગામો ને એલર્ટ કર્યા?ખાખબાઈ,હીડોરણા, છતડીયા,વડ,ભચાદર,ધારાનાનેસ,ઉચેયા,રામપરા- 2,કોવાયા, લોઠપુર આ તમામ ગામો નદી કાંઠે આવેલા હોય એલર્ટ કરી દેવામા આવ્યા છે. લોકોને નદી કાંઠામાં અવરજવર નહીં કરવા સૂચના આપી દેવામા આવી છે.

રાજુલા પંથકમા હાલ વરસાદ નથીરાજુલા પંથકમાં આજે વરસાદ નથી પરંતુ ઉપર આવેલો ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો છે તેમાથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. જેના કારણે હાઈ એલર્ટ મેસેજ જાહેર કરી દેવાયો છે. હાલમાં આ વિસ્તારમાં વરસાદ નથી પરંતુ વરસાદ આવશે તો વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments