Thursday, February 6, 2025
Homeઅમરેલી : માતા-પિતાએ રૂપિયાની લાલચમાં આવી સગીર પુત્રીને અનેક લોકો સાથે શરીર...
Array

અમરેલી : માતા-પિતાએ રૂપિયાની લાલચમાં આવી સગીર પુત્રીને અનેક લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી

- Advertisement -

અમરેલી:ચલાલાના નાંગધ્રા ગામમાં ખુદ સગા મા-બાપે નાણાંની લાલચમાં પોતાની સગીર પુત્રીને વારંવાર જુદા જુદા માણસો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના સામે આવી છે. એક સગીરાને તેના માતા-પિતાએ અન્ય લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતાં તે સગર્ભા બની હતી અને આખરે સગીરાએ પોતાની પાસે અનૈતિક કામ કરાવનાર મા-બાપ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગીરાએ પોતાના માતા-પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા છ માસથી તેના માતા- પિતા ધાક ધમકીઓ આપી તેની પાસે આ અનૈતિક ધંધો કરાવતા હતા. તેના માતા પિતા પૈસા મેળવવા માટે જુદા જુદા લોકો સાથે શરીર સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરતા હતાં. જુદા જુદા લોકો સાથે વારંવાર આ રીતે શરીર સંબંધ બાંધવાથી સગીરા ગર્ભવતી બની હતી. જેના કારણે આખરે સગીરાએ ચલાલા પોલીસ મથકે દોડી જઇ માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. ચલાલા પોલીસે હાલમાં આ સગીરાને અમરેલીના મહિલા વિકાસ ગૃહમાં મોકલી આપી છે. પોલીસે સગીરાના માતા પિતા સામે આઈ.પી.સી. કલમ 376, 372, 114 ઉપરાંત પોક્સોની વિવિધ કલમો અને અનૈતિક વેપાર અટકાવવાના ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular