અમરેલી : વડિયા તાલુકામાં કોરોના સંક્રમતિઓની સંખ્યા દિવસે ને દિવસે વધતાં લોકોમાં ફફડાટ

0
4

વડિયા મામલતદાર દ્વારા ગામના તમામ વહેપારીઓની મિટિંગ બોલાવીને કોરોના વેકસીન આપવાની કાર્યવાહીને ઝડપી રીતે કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાયે વડિયા શહેરમાં ભરાતી ગુજરી બજાર મંગળવારે ભરાઈ હતી તે પણ બંધ કરી દેવામાં આવી હતી.

રવિવારે તમામ વહેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વેકસીનના કાર્યકર્મમાં સહભાગી બન્યા હતા. લોકોને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું નહિતર દંડ ભરવો પડશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી.

 

કોરોન્ટાઇન થયેલ દર્દી જાહેરમાં નીકળી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે અને જે હોમ કોરોન્ટાઇન છે તે બધાને કડક સૂચના આપવામાં આવી હતી. હાલ વડિયા તાલુકામાં ખૂબ કોરોના સંક્રમિત દર્દીઓ હોઈ તેથી તમામ સુચનનું કડક પાલન કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.

 

રિપોર્ટર : અશોક મણવર, CN24NEWSઅમરેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here