Monday, September 20, 2021
Homeઅમરેલી : ‘તું તારી પત્નીને કેમ ગાળો આપે છે’ કહી બે શખ્સે...
Array

અમરેલી : ‘તું તારી પત્નીને કેમ ગાળો આપે છે’ કહી બે શખ્સે માતા-પુત્રને માર્યાે

બાબરા તાલુકાના વાંકીયામા રહેતા એક યુવકને બે શખ્સાેએ તુ તારી પત્નીને કેમ ગાળાે આપે છે કહી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. જયારે જાફરાબાદના વડલીમા અગાઉનુ મનદુખ રાખી બે શખ્સાેએ માતા પુત્રને મારમારી ઇજા પહાેંચાડતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતાે.

રીક્ષાની દોરી વડે માર માર્યો
અહી રહેતા અશાેકભાઇ કાળુભાઇ જાબુંકીયા (ઉ.વ.22) તથા તેના પત્ની વચ્ચે બાેલાચાલી થતા તેની પત્ની ઘરની બહાર નીકળી ગઇ હતી. આ દરમિયાન ઘર બહાર બેઠેલા માત્રાભાઇ ભરવાડ અને જીલાભાઇએ તેને કહેલ કે તારી પત્નીની કેમ ગાળાે આપે છે કહી ગાળાે આપી રીક્ષાની દાેરી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ એન.બી.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અંગત અદાવતમાં હુમલો કર્યો
જ્યારે જાફરાબાદ તાલુકાના વડલીમા રહેતા હંસાબેન પાંચાભાઇ સરવૈયા (ઉ.વ.40) નામના મહિલાએ નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સવારે પાેતાની શેરીમા પાણી ભરવા જતા હતા ત્યારે અગાઉનુ મનદુખ રાખી બાઘાે હરિભાઇ સરવૈયા અને છના હરીભાઇ સરવૈયા નામના શખ્સાેએ તેને તથા તેના પુત્ર સંજયને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments