આવતી કાલથી સમગ્ર અમદાવાદમાં દોડશે AMTS અને BRTS બસ, આ નિયમોનું કરવું પડશે પાલન

0
0

અમદાવાદમાં આવતીકાલથી રાબેતા મુજબ તમાત AMTS અને BRTS બંને સેવા પહેલાની જેમ શરૂ થશે. અત્યાર સુધી પૂર્વની બસો પશ્ચિમમાં ન જતી હોવાથી મુસાફરોને હાલાકી પડતી હતી. રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમા બસો પૂર્વથી પશ્ચિમ દોડવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના દિશા નિર્દેશો પ્રમાણે અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અમદાવાદના તમામ વિસ્તારોમાં આ બસો દોડતી થઈ જશે. જો કે, આ બસોમાં પણ 50 ટકા કેપીસિટી સાથે પરિવહન કરવાનું રહેશે.

કોરોના મહામારીમાં અમદાવાદની AMTS અને BRTS બસ અટકી પડી હતી. અનલોકમાં અનેક રુટની બસ સર્વિસ ખુલ્લી કરાઈ હતી. પરંતુ માત્ર 50 ટકા બસો જ દોડાવવામાં આવતી હતી. પરંતુ અનલોક 4માં બસ સેવા પહેલાની જેમ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી ગુરુવારથી અમદાવાદભરમાં AMTS અને BRTS બસો દોડશે.

આવતીકાલે અમદાવાદમાં સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમોનો અમલ કરવાનો રહેશે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનેટાઈઝેશન સુધીની તમામ કાળજી રાખવામાં આવશે.

મુસાફરી પહેલા નિયમોનું રાખજો ખાસ ધ્યાન

  • બસ સ્ટેન્ડ પર મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
  • બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
  • બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે
  • અન્ય બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લેવાશે નહીં
  • મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here