Thursday, May 19, 2022
HomeAMTS-BRTSના સમાંતર ચાલતી બસોના રૂટ બદલાશે
Array

AMTS-BRTSના સમાંતર ચાલતી બસોના રૂટ બદલાશે

- Advertisement -

અમદાવાદ: અમદાવાદની અંદર દોડતી AMTS બસનું ડ્રાફ્ટ બજેટ AMTS કમિટીએ રજૂ કર્યું હતું, જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે ખર્ચમાં ઘટાડો કરી રૂપિયા 488 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. BRTS રૂટ પર દોડતી AMST બસોને હવે ડાયવર્ટ કરી અન્ય રૂટ પર દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. AMTS-BRTSની કમિટી સમાન્તર ચાલતા આ રૂટોનો અભ્યાસ કરી અને બસોના રૂટ બદલશે.

AMC કોન્ટ્રાક્ટર પર મેહરબાન

AMSTની અંદર સૌથી વધુ ખાનગી કોન્ટ્રાક્ટરોની બસ દોડી રહી છે. આ બસોની અંદર ડ્રાઈવર- કંડક્ટર વર્તૂણંક બસોની અનિયમિતતા, બસ સ્ટેન્ડ પર બસો ન ઉભી રાખવા જેવી ફરિયાદો ઉઠી હોવાનું ખુદ એએમટીસની કમિટી સ્વીકારી રહી છે, છતા પણ કોન્ટ્રાક્ટરો પર પેનલ્ટીમાં વધારો કરવાની જગ્યાએ તેઓની સાથે નિયમિત રીતે મિટિંગ કરી તેઓને પ્રવાસીઓની સેવા સારી રીતે અપાય તેના પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.

બજેટની મુખ્ય જોગવાઈઓ

  • સમય સારણી બસ સ્ટેન્ડ પર નહી પરંતુ બસમાં મુકવામાં આવશે
  • ઓછા પેસેન્જરો જ્યા હશે તે રૂટ બંધ કરાશે અથવા ફ્રિકવન્સી ઘટાડાશે
  • જરૂરિયાત મુજબ કંટ્રોલ કેબિન વધારીને મોનિટરિંગ કરાશે
  • બસ સ્ટેન્ડ પર પેસેન્જર ઉતરતા હોય તે વખતે તેમજ ચાલુ બસે સઘન ચેકિંગ કરાશે
  • નામાંકિત સંસ્થાઓના શૈક્ષણિક પ્રવાસ માટે રાહત દરે બસો અપાશે
  • દરેક ટર્મિનલ, ડેપો પર પીવાનું ચોખ્ખુ પાણી, ટોઈલેટની વ્યવસ્થા, સુલભ શૌચાલય અને વોટક એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાશે
  • શહેરના મુખ્ય બસ ડેપો મિલ્લતનગર, શ્રીનાથ, વાસણા ટર્મિનલ અને નરોડા ટર્મિનલ પર સિમેન્ટ કોંક્રિટના રોડ બનાવાશે
  • 6.10 કરોડના સુધારા સાથે કુલ બજેટ 488.08 કરોડ થશે
  • ડેપો/ટર્મિનલ તથા બસ સ્ટેન્ડ પર દબાણો દુર કરાશે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular