અમદાવાદ : વિદ્યાર્થિનીની છેડતી કરનાર AMTS ડ્રાઇવરની ધરપકડ

0
8

અમદાવાદ શહેરમાં AMTS ના ડ્રાઇવર દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરાવમાં આવી હોવાની ઘટના સામે આવી છે. AMTSના ડ્રાઇવરે વિદ્યાર્થિની સાથે અશ્લીલ માંગણી કરી જબરજસ્તી બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ મામલે પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, શહેરના ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પર એક વિદ્યાર્થીની બેઠી હતી. તે દરમિયાન AMTSમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હાર્દિક ઠક્કર તેની પાસે આવ્યો હતો. અશ્લીલ માંગણી કરી વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન આચર્યં હતું. એટલું જ ડ્રાઇવરે વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરી બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઇ પોતાના મોબાઈલમાં મિસ્કોલ કર્યો હતો. ત્યાંથી નીકળી ગયો હતો.

આ ઘટના બાદ વિદ્યાર્થિની ગભરાઇ ગઇ હતી. અને ડરના મારે કોઇને વાત જણાવી ન હતી. જો કે બે દિવસ બાદ આરોપી આરોપી ડ્રાઈવરે વિદ્યાર્થીને યુનિવર્સિટી બસસ્ટેન્ડ પર મળવા બોલાવી હતી. જો કે વિદ્યાર્થિનીએ હિમત દાખવી યુનિટવર્સિટી સ્ટેન્ડ નજીકમાં આવેલી સી ટીમને જાણ કરી હતી. વિદ્યાર્થિની ફરિયાદ બાદ પોલીસની ટીમ વોચ ગોઠવી આરોપી ડ્રાઈવરને પકડી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપી AMTSનો ડ્રાઇવર હાર્દિક ઠક્કરના છૂટાછેડા થયા હતા. જ્યારે વિદ્યાર્થિની પરીક્ષા ચાલતી હોવાથી યુનિવર્સિટી આવતી હતી. ત્યારે આરોપી હાર્દિક તેને જોઇ ચેનચાળા કરતો, તેમજ પાસે બેસી તેની છેડતી કરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.