પેપ્સી-કોકાકોલાને ટક્કર આપશે અમૂલ, દેશનું પહેલું મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કર્યું

0
0

ભારતના કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંકના માર્કેટમાં હવે નવી લડાઈ જોવા મળી શકે છે. દેશની સૌથી મોટી ડેરી બ્રાંડ અમુલે દેશનું પહેલું મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પ્રવેશ કર્યો છે. અમૂલના જણાવ્યા પ્રમાણે નવી પેઢીની પસંદગી માટે અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ બનાવેલ છે. અમૂલ બ્રાન્ડ ફ્લેવર્ડ મિલ્ક ક્ષેત્રનાં પીણાંમાં માર્કેટ લીડર છે તેમના દ્વારા વિવિધ પ્રકારના ફલેવર્ડમિલ્ક, કોલ્ડ કોફી, મિલ્ક શેક્સ, સ્મુધીઝ, અને કઢાઈ દૂધ, ગોળ દૂધ, હની દૂધ, ઉપરાંત રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતાં હલ્દી દૂધ, તુલસી દૂધ, જીંજર (આદુ) દૂધ, અશ્વગંધા દૂધ અને ડેરી આધારિત મોકટેઈલ્સ તેમજ છાશ અને લસ્સી જેવાં પરંપરાગત પીણાંનો અસરકારક પોર્ટફોલિયો ધરાવે છે.

પેપ્સી-કોક જેવી બ્રાંડ માટે મોટી કોમ્પિટિશન ઉભી થશે

અત્યારે ભારતમાં કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પેપ્સી અને કોકાકોલા જેવી બ્રાન્ડનો દબદબો છે. ભારતની કોઈ મોટી બ્રાંડ આ સેગમેન્ટમાં સફળ થઇ નથી. અમૂલના આવવાથી આ બ્રાન્ડ્સ માટે મોટી સ્પર્ધા ઉભી થશે તેમ જાણકારો માને છે.

ટૂંક સમયમાં દેશભરમાં લોન્ચ કરશે

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના જણાવ્યા પ્રમાણે, ભારતનુ પ્રથમ અમૂલ ટ્રુ સેલ્ટઝર હાલમાં લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે. ગુજરાતના બજારમાં આ સપ્તાહે બે ફલેવર રજૂ કર્યા પછી, અમૂલ તેનાં કોલા, જીરા, એપલ જેવાં ઘણાં વેરીયન્ટ રજૂ કરશે. પ્રારંભિક તબક્કે અમે તેને ગુજરાતની બજારમાં લોન્ચ કર્યું છે અને ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ તેને લોન્ચ કરાશે.

ટૂંક સમયમાં આ ફ્લેવર પણ બજારમાં આવશે.
(ટૂંક સમયમાં આ ફ્લેવર પણ બજારમાં આવશે.)

 

ટ્રુ બ્રાન્ડે 10% માર્કેટ કબજે કર્યું

સોઢીએ જણાવ્યું કે, અમારા પીણાંના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે અમૂલે દૂધ અને અસલી ફ્રૂટ જ્યુસનુ મિશ્રણ ધરાવતાં પીણાં ફેબ્રુઆરી 2019માં ‘ટ્રુ’ બ્રાન્ડ હેઠળ રજૂ કર્યાં હતા. આ પ્રોડકટ મેંગો, ઓરેન્જ, લીચી અને એપલ એમ 4 ફલેવરમાં ઉપલબ્ધ છે અને તેને બજારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને રજૂઆતના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10% બજાર હિસ્સો કબજે કર્યો છે. ભારતનુ પ્રથમ સેલ્ટઝર, અમૂલ ટ્રુ સેલ્ટઝર હાલમાં લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે. તેની 200 mlની પેટ બોટલની કિમત રૂ. 15 રખાઈ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here