ઓવેસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદ’ના સૂત્રો પોકારનાર અમૂલ્યા લિયોનનો ધડાકો : આ લોકોએ સૂત્ર પોકારવા કહ્યું હતું

0
50

બેંગલુરૂમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) દ્વારા આયોજીત નાગરિકતા સંશોધન એકટના વિરૂદ્ધની એક રેલીમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’નો સૂત્રોચ્ચાર કરનારી અમૂલ્યા લિયોન હાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેને પાકિસ્તાન જવાની સલાહ અપાઇ રહી છે. ત્યાં ગુરૂવાર રાત્રે કેટલાક તોફાની તત્વોએ તેના ઘર પર હુમલો કરી દીધો અને બારીઓના કાચ તોડી નાંખ્યા. હવે અમૂલ્યાએ ખુલાસો કર્યો કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો પોકારવા પાછળ તેનો હેતુ શું હતો અને તેની પાછળ કોની વિચારસરણી હતી.

અમૂલ્યાએ ખુલાસો કર્યો કે હું જે પણ આજે કરી રહ્યું છે, એ હું નથી કરી રહી. હું તો માત્ર મીડિયાના લીધે ફેસ બની ગઇ છું. પરંતુ મારી પાછળ ઘણી બધી એડવાઇઝરી કમિટીઓ કામ કરે છે અને તેઓ જે સલાહ આપે છે એ પ્રમણે કરું છું. તેઓ કહે છે કે આજે સ્પીચમાં આ વાત બોલવાની છે, આ પોઇન્ટસ છે. કોન્ટેન્ટ ટીમ કામ કરે છે ઘણા બધા સીનિયર એક્ટિવિસ્ટ કામ કરે છે, મારા પપ્પા-મમ્મી બોલે છે કે આવું બોલવાનું છે, આવું કરવાનું છે, અહીં જવાનું છે. એક ખૂબ મોટું સ્ટુડન્ટ ગ્રૂપ- બેંગ્લોર સ્ટુન્ટ એલાયન્સ – જે આ તમામ પ્રોટેસ્ટની પાછળ કામ કરી રહ્યું છે. હું તો માત્ર તેનો એક ચહેરો બની છું પરંતુ બેંગ્લોર સ્ટુડન્ટ એલાયન્સ ખૂબ મહેનત કરી રહ્યું છે.

ઘટના બાદ અમૂલ્યાના પિતાએ પણ તેના આ નિવેદનને આપત્તિજનક ગણાવ્યું હતું અને તેની આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે હું મારી દીકરીના નિવેદનને સહન કરીશ નહીં. તેમની દીકરીએ જે પણ કહ્યું કે કર્યું છે તે બિલકુલ ખોટું છે, તેને સહન કરાશે નહીં. પરંતુ જ્યારે અમૂલ્યાના નવા ખુલાસા બાદ તેના પિતાને પણ કઠેરામાં ઉભા કરી દીધા છે. અમૂલ્યા લિયોને પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેની ખૂબ ટીકા થઇ હતી. આ સિવાય તેના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવીને 14 દિવસની જ્યુ઼ડિશીલ કસ્ટડીમાં મોકલી દીધી છે.

ઔવેસીના મંચ પરથી ભાષણ આપનાર અમૂલ્યા એક સ્ટુડેન્ટ એક્ટિવિસ્ટ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અમૂલ્યા મૂળ ચિકમંગલૂરની રહેવાવાળી છે. બેંગલુરુમાં CAAના વિરોધમાં થતા નાના-નાના વિરોધ પ્રદર્શન માટે સોશિયલ મીડિયા દ્વારા સમર્થન મેળવનાર અમૂલ્યાએ જુદા જુદા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટિંડર, હુકઅપ દ્વારા પણ લોકોનું સમર્થન મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. અમૂલ્યાએ પોતાના જ્વલંત ભાષણથી CAA વિરોધમાં પ્રદર્શન કરતા લોકો વચ્ચે એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. આ કારણે જ તેને મોટો નેતાઓના મંચ પર પણ ભાષણ માટે માઈક આપી દેવામાં આવતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here