મહેસાણા : મધ્યાહન ભોજન પેટે બાળકોને 11 દિવસનું ફૂડ એલાઉન્સ અપાશે

0
5

મહેસાણા. લોકડાઉનમાં મહેસાણા જિલ્લાની તમામ 1051 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ રહેતાં 16 થી 29 માર્ચ દરમ્યાન રજાના દિવસો બાદ કરતાં 11 દિવસનું ફૂડ સિક્યુરિટી એલાઉન્સ બાળકોને તેમના ખાતામાં ચૂકવવા સરકારની સુચનાના પગલે પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેમાં ફૂડ સિક્યુરિટી એલાઉન્સ દરેક શાળાની એસએમસીના એકાઉન્ટમાં જમા કરાયું છે. જે રકમ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીના ખાતામાં જમા કરવા જિલ્લા  પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ ટીપીઓને સૂચના અપાઇ છે. મહેસાણા જિલ્લામાં ધોરણ 1 થી 5માં અંદાજે 1.17 લાખ બાળકો અને ધોરણ 6 થી 8માં 70,500 જેટલા બાળકો મધ્યાહન ભોજનનો લાભ લે છે. આ તમામ બાળકોને કૂકિંગ કોસ્ટ ચૂકવવા તજવીજ શરૂ કરાઇ છે. જેમાં ધોરણ 1 થી 5ના બાળક દીઠ રૂ. 54.56 અને ધોરણ 6થી 8માં બાળક દીઠ રૂ.76.56 કૂકિંટ કોસ્ટ ચૂકવાશે તેમ શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here